આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નમસ્કાર ગુજરાત અખબારમાં મારી રચનાનું સમાવેશ કરવા બદલ તંત્રી શ્રી નો ખુબ ખુબ આભાર.

 

                                                આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

 

   read more-   bhavanaahir.com/આંતરરાષ્ટ્રીય-યોગ-દિવસ

પ્રકાર:- હાઇકુ.

બંધારણ :-૫/૭/૫.

(૧)

યોગ ચિત્ત ને
પ્રાણાયામ અષ્ટ

          આસન અંગ‌‌.

(૨)

બ્રહ્મ જગત
યોગ સાધના મોક્ષે
પ્રણાલી સાંખ્ય.

 

(૩)

ઉંડા સહજ
કુદરતી લો શ્વાસ
ક્ષમતા દેહ‌.

(૪)

આળસ ત્યાગ
યોગ સિદ્ધિદાયક
સૂર્યના તેજે.

(૫)

ચંચળ મન
ધ્યાનથી નિજાનંદ
આત્મ ની ખોજ.

(૬)

યમ નિયમ
સર્વાંગી સ્વીકાર
રહે નિરોગી.

(૭)

આંખે જ્યોતિ
શક્તિ નું સંચાર
સ્ફુર્તિ ઉત્પન્ન.

(૮)

સૂર્ય નમન
આધિ વ્યાધિ નું ચક્ર
પ્રસન્ન તન.

(૯)

મન સંયમ
બિમારી નું કવચ
સ્થિર સુખમ્.

(૧૦)

આજ જીવન
આચરે પેઢી યોગ
ઉજળું ભાવિ.

– ભાવના આહીર “સત્યાંગી”
-ગાંધીનગર.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”

Leave a Comment