“એક ઉમંગ છે મારી આજ્ઞાકારી દિકરી બનવાની“
આજે આપણે દીકરી વિશે વાત કરીશું. આપણે જોઈએ છીએ કે દીકરાના પ્રમાણમાં દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે.જો આપણે સૌ એકઠા થઈ અને દીકરીને બચાવીશું તો આવનાર સમયમાં અનેક મુશ્કેલીઓનો સામનો આપણે નહીં કરવો પડે.
” બેટી બચાવો,બેટી પઢાવો “
જ્યારે એક “દીકરીનો જન્મ થાય છે ત્યારે તેના પિતાને એક ત્રીજી અશ્રુભીની આંખ મળે છે.જે તેના હ્રદયમાં છુપાયેલી હોય છે.અરે,દીકરી તો પિતાના હૃદયનો ધબકારો છે.દીકરી તો રૂડી સમાજની મૂડી,દીકરી વિનાની જિંદગી અધૂરી.
જ્યારે મા-બાપ દીકરીને ભણાવી ગણાવી મોટી કરીને સાસરે મૂકે ત્યારે તે સાસરીમાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે.અને માતા-પિતાના સંસ્કારોનું સિંચન કરે છે. જેટલી શક્તિ અને તાકાત દીકરામાં છે એટલી જ શક્તિ અને તાકાત દીકરીમાં પણ છે. અત્યારના સમયમાં દીકરી શું નથી કરી શક્તી ? દીકરી તો બધું જ કરી શકે છે. કોઈ શિક્ષક તો કોઈ પાયલોટ અને કોઈ રાજ્યપાલ મુખ્યમંત્રી, વૈજ્ઞાનિક પણ બને છે.
Read more:-મા નો પાલવ
દીકરી તો સાક્ષાત મહાલક્ષ્મી નો અવતાર છે.અને ફૂલની જેમ સુગંધ ફેલાવનાર પણ દીકરી જ છે દીકરી તો નદીમાં વહેતા પાણીની મીઠી બુંદ છે જોઈ બુંદને સમજીએ તો ઘણું બધું મહત્વનું છે. દીકરી તો સંબંધની વહેતી સરિતા છે. તે સંબંધના ચોગઠે હંમેશા એક ખડખડાટ કરતી નદી ની જેમ ધોધમાર વહેણમાં વહ્યા કરે છે.
દીકરી તો તુલસીનો ક્યારો છે.જ્યારે મા-બાપ દીકરીને સાસરે વળાવે છે ત્યારે દહેજ આપે છે. જો એ દહેજ માં આપવામાં આવેલાં ઘરેણાની જગ્યાએ શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એ દીકરી શોભે છે એટલી ઘરેણામાં નથી શોભતી.અમુક લોકોની એવી વિચારધારા હોય છે કે દીકરીને થોડીજ ભાવાય ? દીકરો હોય તો ઠીક?દીકરીને તો ઘરનું કામકાજ કરવાનું હોય છે. આપણી પાસે મકાનો ઊંચા છે પણ વિચારો નીચા જ છે.
જ્યારે આવા શબ્દો આપણા કાન એ પડતા હોય ત્યારે ખૂબ જ દુઃખ થાય કે આપણે જ દીકરી દીકરા વચ્ચે ભેદભાવ ઊભા કરીને દીવાલ ચણી દેતા હોઈએ છીએ જે કેટલા લોકોનું ભવિષ્ય બગાડે છે પણ ખરેખર આપણા માટે દીકરી દીકરો બંને એક જ સમાન છે પણ આ વિચારધારા ને હવે આપણે જ બદલવી પડશે તો જ દેશનું ભાવિ ઉજવડ થશે શે. હું એમ માનું છું કે બધા તાકી તાકીને જુએ પણ દીકરીને સૂરજ ના તેજ જેવી તેજસ્વી બનાવો એટલે તાકીને જાતાં પહેલા નજર ઝૂકી જાય.
એ પણ સત્ય છે કે ભગવાન દીકરી પણ એમને જ આપે છે. જેમનામાં તેને ઉછરવાની તાકાત હોય. આંગણામાં એ ઝાંઝરીના ઝણકાર એમ જ નથી સાંભળવા મળતા જ્યારે આપણે સારા કર્મ ધર્મ કર્યા હોય ત્યારે આપણા આંગણે એક લક્ષ્મીનો અવતારે આ જાણકાર સાંભળવા મળે છે કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને માતાનો નિર્મળ વહાલ, આ ભેગા થાય અને આકાશમાં જ હેલી ચડે ને તેની વાદળી બંધાય અને જે આનંદ વરસે એનુ નામ દીકરી.
“ખૂબ જ ખૂબસૂરત હોય છે દીકરી,
વાત્સલ્યની મૂરત હોય છે દીકરી”
એક દીકરીએ પણ પોતાના જીવનમાં અનેક સપનાઓ જોયા હોય છે અને તે સપનાઓ તેમને પૂરા કરવા દેજો અને દીકરીમાં દીકરો બનવાની ક્ષમતા છે, પણ દીકરો ક્યારેય દીકરી બની શકે ખરો ? અને જેના ઘરમાં દીકરી નથી તેનું પર સમસાન જેવું લાગે છે.
“એક તમન્ના છે ,મારી ચાંદ બની ચમકવાની,એક આરઝૂ છે મારી ગગનનાં ઊડવાની,એકસ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનો એક ઉમંગ છે મારી આજ્ઞાકારી દીકરી બનાવાની”
________________________________________
-ભાવના આહીર, ઉખડમોરા