ગુજરાતી ભાષા વિશે માહિતી.
આપણે સૌ આ લેખમાં ગુજરાતી ભાષા વિશે વિસ્તારથી માહિતી મેળવી જાણીશું અને સમજીશું કોઈને એમ થાય કે ભાષા જાણવી એ શું પૂર્તિ છે .
ભાષા વિશે જાણવાનો શ્રમ કરવાની આપણે શી જરૂર ? ભાષા જાણવા માટે ભાષા વિશે જાણવું ,ભાષાનું વ્યાકરણ જાણવું કઈ જરૂરી નથી હોતું.
વ્યાકરણમાં સામાન્ય રીતે આપણને રસ પણ નથી પડતો.પણ એક રીતે જોઈએ તો આ કેવી અજબની વાત છે નહી.
ભાષા આપણા જીવન સાથે કેટલી બધી ગઠેલી છે .બેસતા ,ઉઠતા,હરતા ફરતા કરતા આપણે સતત ભાષાનો ઉપયોગ કરીએ છીએ,બોલતા સાંભળતા,વાંચતા,લખતા તેનો અનુભવ કરીએ છીએ .
આપણે ભાષા વિશે સાચું જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે.જે આપણી ભાષા એ આપણને આપ્યું છે તેનું ઋણ આપણે પણ ચૂકવવું જોઈએ.
ગુજરાત શબ્દની ઉત્પતિ વિશે વિવિધ તર્કો કરવામાં આવ્યા છે.કોઈ ગુર્જરત્રા પરથી તો કોઈ ગુર્જર રાષ્ટ્રપતિ તો કોઈ ગુર્જરવર્ત પરથી તો કોઈ વળી ગુર્જર+આર્ત પરથી એમ અનેક જુદા જુદા વિદ્વાનોએ આ શબ્દની વ્યાખ્યા આપી છે.
આપણા રોજિંદા વ્યવહારમાં પ્રદેશ ભેદે અને જાતિ ભેદે આપણે ભિન્ન સ્વરૂપોમાં ભાષા વાપરીએ છીએ જેને આપણે બોલી કહીએ છીએ.માન્ય ગુજરાતી વિસ્તારના પ્રાદેશિક અને જાતિગત બોલ્યો નો એક અસ્તિત્વ ધરાવે છે.
Read more:-પ્રજાસત્તાક ભારત ભાગ (૨)
એક બાજુથી કાઠીયાવાડના ચરોતર સુરતના રહેવાસીઓ ની બોલી જુદી પડે છે તો બીજી બાજુએ મેર અને કાઠીની તેમજ દુબડાની બોલીઓ જુદી પડે છે.
આમ આપણે “સૌરાષ્ટ્ર બોલી ,હાલારી બોલી ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલી,મધ્ય ગુજરાતની ચરોતરિ બોલી દક્ષિણ ગુજરાતની સુરતી બોલી” જેમાં દરેક ઉચ્ચારણમાં અલગ અલગ લહેકો જોવા મળે છે.
ગુજરાતી ભાષા ગુજરાતીઓ બધાનાં મગજમાં એક વિચાર ઘર કરી ગયું છે કે અમે ગુજરાતી છીએ અમને તો ગુજરાતી આવડતી હોયને એમાં કયાં શીખવા બેસવાનું? ત્યારે આપણે ખરેખર બહું મોટી ભુલ કરીએ છીએ.
ગુજરાતી ‘ભાષા’,વ્યાકરણ’જેટલું આપણે સહેલું સમજીએ છીએ તેટલું નથી. એની અંદર ઉતરીએ તો દરીયો છે,જેમાં ધીરે ધીરે ડૂબકી લગાવતાં જાયે તો ખરેખર એક ગુજરાતી હોવાનું ગુજરાતી ભાષામાં અનોખા આનંદની અનુભૂતિ થાય છે.
જ્યારે મને નવલકથા લખતા જેટલું સમય ન લાગ્યું એટલું ભાષાકીય,વ્યાકરણની ભૂલ સુધારતા લાગ્યું.ત્યારે મને એક વાત સમજાઈ કે ખરેખર ગુજરાતી ભાષા કોઈ ગમત નથી કે આપણે રમત સમજીને કાઢી નાખીએ.જયારે ભાષાનાં એક એક શબ્દ માંથી પસાર થઈ ત્યારે ખબર પડે આપણું ગુજરાતી કેટલું કાચું છે.
ગુજરાતી વ્યાકરણ,જોડણીની નાની ભૂલને કારણે શબ્દનો અનેક અર્થ બદલાઈ જાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે
- ચિર -લાંબુ ચીર -વસ્ત્ર
- દિન- દિવસ, દીન-ગરીબ.
આ પ્રમાણે કેટલાય એવાં શબ્દો છે, જે આપણે નજરઅંદાજ કરતાં હોય છે.ગુજરાતીમાં કોઈ પણ પરીક્ષા હોય ત્યારે ગમે તેટલી મહેનત હોવા છતાં સંતોષ જનક પરિણામ નથી મળતું એનું કારણ,ગુજરાતી ભાષામાં શબ્દ ભંડોળ અને વાંચન ઓછું છે.
આપણે કોઈ ભાષાનું વિરોધ નથી કરતા પણ ગુજરાતી હોવાનું ગૌરવ સાથે આપણી ભાષાનો પણ ગૌરવ હોવું જોઈએ અને જો આપણે આપણી ભાષાને મહત્વ આપશુ સમજીશું તો ખૂબ આગળ એમાં પણ વધી શકીએ છીએ આપણા પૂર્વજો ને પણ ક્યાં અંગ્રેજી આવડતી હતી તોય તે ખૂબ મોટા ક્ષેત્રે સફળતા મેળવી છે અને ખરેખર ગુજરાતી ભાષાનો પ્રભુત્વ તે એક આપણા હૃદયને આનંદની અનુભૂતિ આપે છે
જે બીજી કોઈ ભાષામાં નથી મળતી તે ભાષા પ્રત્યેની જે લાગણી છે મીઠાશ છે તે જ્યારે આપણે મોઢેથી ઉચ્ચારેલા શબ્દોમાં દેખાય છે અને જ્યારે આપણે બારે જવાનો થાય ત્યારે એક એવી ગુજરાતી ભાષા છે જે બારે ગાવ એ બોલી બદલાય કહેવત છે ને તે એકદમ સાચી જ છે.
આપણે ગમે ત્યાં ગયા હોઈએ પણ આપણા મોઢામાંથી નીકળેલા શબ્દો દ્વારા આપણે ઓળખી શકીએ કે આ વ્યક્તિ ક્યાંનો હશે આ છે આપણી ગુજરાતી ભાષાની સાચી ઓળખ લાગણી અને પ્રેમ.
આપણા દાદી દાદા વડીલો જોડે જ્યારે આપણે વાર્તાલાપ કરતા હોઈએ ત્યારે એમના મોઢે નીકળેલા શબ્દો માં મધુર જેવી મીઠાશ હોય છે અને તે સાંભળવાની ખરેખર ખૂબ જ મજા આવે છે.પણ દુઃખ એ વાતનો છે કે હવે સંબંધના વ્યવહારો માં તિરાડ પડી રહી છે એ પણ ભાષાના લીધે આજકાલના બાળકોને ગુજરાતી ભાષામાં ખૂબ જ તકલીફ પડી રહી છે
તેથી તે વડીલો જોડે વાર્તાલાપ નથી કરી શકતા અને એક ઘરના ખૂણામાં એકલા એકલા બેસી રહે છે જેનાથી તે ખૂબ જ એકલતા અનુભવે છે અને ઘણી બધી બીમારીઓનો શિકાર બને છે આ આપણા માટે ખૂબ જ દુઃખનીય વાત છે જો આપણા બાળકને ગુજરાતી આવડતી હશે તો તે બધા જોડે વાર્તાલાપ કરી શકશે અને તે પણ આનંદમાં રહેશે.
આપણે ગુજરાતી ભાષા વ્યાકરણ ઇતિહાસ વગેરે શબ્દ ભંડોળને જાણ્યું અને માહિતી મેળવી છે ખરેખર એક ગુજરાતી હોવા સાથે ગુજરાતી ભાષા જાણવાની પણ એક અનોખી મજા છે.