“ગુરુપૂર્ણિમાં કવિતા”
કોટિ કોટિ વંદન તુજને વારંવાર કરું હું,
જગતમાં જનાવર માંથી માણસ બનાવનાર.
અનુભવોના ઓરડે હરખની હેલી ઉજાગર કરનાર,
ભૂલકાઓને જ્ઞાન-વિજ્ઞાન રુપી મધપૂડો પીરસનાર
જીવનમાં આવતા પડકારો સામે ધીરજ ધરી સમજણ,
જુસ્સા સાથે લડી લક્ષ્યની કેડી ચિધનાર
જન્મ મરણની યાત્રાને શણગારી ભવ્ય બનાવનાર,
સદગુણી ઈમારત ચણી અનેક પેઢીઓ ચલાવનાર.
ભાવના આહીર ઉખડમોરા કચ્છ.