” જીવતરનું ઝાપટું “
આજે વાદળી રંગે જાણે સફેદી ચાદર ઓઢી હોય. દિવાલોમાં લીસોટા ના અવાજ સાથે જાણે આજે રંગોના છાપટા ઉડી રહ્યા છે. એક બાજુ સુશીલા ઘરનો ખૂણો પકડીને બેઠી છે. વિચારોમાં અકળાતી પોતાની જાત સાથે અનેક સવાલોની હારમાળા પહેરીને જાણે સ્બધ થઈ ગઈ હોય. ત્યાં જ વિનય આવ્યો અને પૂછ્યું કે કેમ સુશીલા આજે જાણે મારી વહેતી સરિતા બંધ થઈ ગઈ અચાનક?
ખબર નહીં પણ વિનય કંઇક તો થવાનું લાગે છે મને બહુ ગભરાટ થાય છે. જાણે આ દિવાલો મને ચીસો પાડીને કહી રહી છે કે તું મને બાથમાં લઈ લે આટલા દિવસ મેં તને સાચવી હવે તું મને સાચવી લે. એ તો બસ ક્યારેક ક્યારેક થાય આપણું શરીર છે, બધા દિવસ સરખા થોડાં હોય?
તું આપણા બંને માટે ચા ચડાવ આપણે મસ્ત ચા ના નસકોરા લઈએ એટલે તારી ગભરાટ તો આમ દૂર થઈ જશે. ત્યાં જ દરવાજો ખખડ્યો સુશીલા ચાયની અડાળી મૂકીને દોડી અને પૂછ્યું કોણ છે.કડિયા કામ વારા છીએ.
હવે અમે ઉપર મકાનમાં તિરાડો પડી ગઈ છે તે બધું કામકાજ પાકું કરવાનું છે એટલે મકાન માલિકે કીધું છે કે બે ત્રણ દિવસ માટે તમારે સમાન બહાર રાખવું પડશે. સુશીલા મનમાં વિચારતી જ રહી ગઈ કે મારી ગભરાહટ મને કંઈક ઈશારો કરતી હતી જે હું હવે સમજી ગઈ.
-
વધુ જાણો:-પેરેન્ટ્સ ડે 👪
વિનય અને સુશીલા ઘરનું થોડું ઘણું સમાન બારે રાખવા માંડ્યા.ને ઘરનું કામ ચાલુ,ત્યાં જ બા આવ્યા અને બોલ્યા કે બેટા હવે તમારે બીજું ઘર વસાવું પડશે અમારે અહીંયા તો અમારા સંબંધી રહેવા આવવાના છે અને હા હવે અમે ઘરનું કામકાજ કરાવીએ છીએ તો તમને ભાડું પણ મોંઘુ પડશે.તમે ગરીબ આ બંગલામાં ન શોભે.
બા આમ સુશીલા સામે કતરાહી નજરે કહીને જતા રહ્યા. સુશીલાની તો હદયમાં તિરાડો પડીને ત્યાં જ તૂટી ગયી.એક જગ્યાએ આપણે આટલો બધો લગાવ,આ બધું મૂકીને આપણે કેમનું જાવું અને અહીં આ અજાણ્યા શહેરોમાં આપણે આપણા જેવું મળે તો સારું. સુશીલા એ તો બધા બિસ્તરા પોટલા બાંધીને બાજુમાં ભેગા કર્યા.
ઘરની અગાશી સાથે તે રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ખૂબ ઘેરાઈ. ત્યાં જ સવાર પડતા કડિયા કામ વાળા આવ્યા,બોલ્યા બેન એક બોટલ પાણીની ભરી આપશો. હા ભાઈ પાણીની થોડી જ ના થાય માણસ અત્યારે રણમાં પાણી પીવડાવે ને સેવા કરે છે. હા તમારી વાત સોનાની પણ બેન કદાચ હવે માણસમાં માણસાઈ રહી નથી માત્ર તેને પૈસાથી ને કામથી જ મતલબ છે આ મતલબી દુનિયા માણસને પૂતળો બનાવી દીધો છે જે માત્ર પોતાના સ્વાર્થ માટે દિવસથી રાત યંત્ર બનીને ચાલતું રહે છે.
અમે અહીં કામ માટે આવ્યા છીએ પણ મકાન માલિક તો અમને પાણીની પણ ના કરી દીધી કે અમે પાણી નહીં આપીએ તમને પીવું હોય તો ગમે ત્યાં જઈને પી આવો. ખૂબ જ દુઃખ થયું કે આ માણસાઈ તો ક્યાંક કાદવમાં કચડાઈ ગઈ છે એમાંય નાના માણસોને તો સાવ ભાંગી નાખે છે.
ગાડીના હોર્ન વાગ્યા અને અવાજ આવ્યો,એ વિનય ભાઈ ચાલો હવે તમારો ઉતારો નાખો. વિનય અને સુશીલા તો થાક્યા પાક્યા ઉતારો ગાડીમાં નાખ્યું.સુશીલા બા ને મળવા ગઈ અને બોલી સારું ચાલો બા અમે હવે નીકળીએ કાંઈ ભૂલચૂક થયું હોય તો માફ કરજો.તમારા આશીર્વાદ લઈને અમે નીકળીએ.
ત્યાં જ જાણે વીજ કડાકા કરતી હોય તેમ દરવાજો પછડાઈ બંધ થઈ ગયો,સુશીલા તો જોતી જ રહી ગઈ. તેની આંખોમાં તો જાણે આ ચિત્ર છપાઈ ગયું હોય. ત્યાંથી નીકળીને રસ્તામાં તેની અનેક સવાલો થયા કે શું આ માણસો છે આના કરતા તો પશુ પક્ષીઓ સારા જે આપણી ભાવના ને તો સમજે છે. કદાચ આજે આ બધી સંવેદનાઓએ સ્વાર્થનો આકાર લીધું છે.
સંબંધોની માયાજાળમાં આપણે એટલા ગૂંચવાઈ ગયા છીએ ને કે આપણે સામેવાળાની પીડાની અનુભૂતિ પણ નથી કરી શકતા.આપણા બે કડવા વેણથી કે ખરાબ વર્તન કરવાથી,કોઈને આપણા કરતાં નીચા દેખાડવાથી તેને કેટલું દુઃખ થતું હશે?
આપણી પરિસ્થિતિ સારી હોય કે ખરાબ પણ જ્યારે આપણે એકબીજાને સમજી શકીએ ત્યારે જ એ વ્યર્થ છે. કોઈના મોઢામાં આપણે એક કોળિયો ખવડાવી ના શકીએ તો ઠીક છે,પણ કોઈના પેટે પાટા ન બાંધીએ.અથાગ પરિશ્રમ કરીને તે એક દિવસ કાઢતાં હોય છે.
આપણી પાસે સંપતિ હશે પણ જો તેને ખરા અર્થમાં પચાવી ન શકીએ તો કોઈ મતલબ નથી. જીવતરના ઝાપટા એવી થપાટ મારશે જે ભોગવ્યે છૂટકો નથી.આપણે બંને ત્યાં સુધી કોઈની ખુશીનું કારણ બનીએ નહીં કે દુઃખના ડુંગર તોડીએ. બધા દિવસ બધા દિવસ સરખા નથી હોતા દુઃખ સુખ આવે ને જાય એમ જ ચાલ્યા કરે છે તેથી આપણે કોઈની પરિસ્થિતિથી તેને પારખવા કરતા આપણાથી થતી મદદ કરીએ અને કોઈની લાગણી હિંદ ના થાય તે ધ્યાન રાખી તેમના ખરાબ સમયમાં પણ આપણે ખંભે ખંભો મિલાવી ને ઊભા રહીએ.
મને આશા છે કે આ જીવતરના ઝાપટા ગુજરાતી વાર્તામાં તમે પણ બોધ મેળવ્યું હશે અને ખૂબ જ આનંદથી વાંચી હશે તો તમારા અભિપ્રાય જરૂરથી જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી.
____________________________________