જીવનના મૂલ્યો -માનવનુ મહત્વ

   ”   જીવનના મૂલ્યો “

આ જગતમાં આપણે બધાને એક મનુષ્યનો અવતાર આપી ભગવાને સો વર્ષનો આયુષ્ય કાળ આપ્યો છે. જ્યારે જેનું તેડું આવે ત્યારે યમરાજ પગલા માંડે છે,જન્મ અને મૃત્યુ વચ્ચેનો કાળ એ ખરેખર આપણી જાત સાથેની લડત છે,બસ આપણી શક્તિ,બુદ્ધિ,આવડત,સ્વભાવ ઊંડાણ વિચારો,મહાન વ્યક્તિત્વ,આ બધું એક થઈ જ્યારે આપણાં દેહમાં સમાઈ ત્યારે એક ભવ્ય વ્યક્તિત્વના દર્શન દુનિયાને થાય છે.

પૃથ્વી પરનું આ જીવન સાર્થક અને ખૂબ જ આનંદમય છે,આ જિંદગીથી આપણે નિરાશ થવાનું નથી,એને ટૂંકાવાની પણ નથી, જિંદગીના રોંદણા રોઈ આંસુની છાબ ભરવાની નથી, જીવન આપણને શું કામ મળ્યું છે?

જીવનના મૂલ્યો -માનવનુ મહત્વ

બસ જીવનનો મહત્વ સમજાઈ જાય તો આ જીવનની યાત્રા આપણી સફળ.આ પૃથ્વી પર પ્રમુખસ્વામી જેવા મહાન વ્યક્તિત્વના મૂલ્યોના દર્શન આજે આખી દુનિયાને મળ્યા છે.તેમના જીવનમાંથી આપણે આપણા જીવનમાં ઘણા બધા મૂલ્યો આવર્યા પણ છે.આપણે પણ એક પ્રશ્ન થાય કે મારે આ ક્ષણિક જીવન કેવી રીતે જીવવું જોઈએ?

 ભગવાને આપણે ઘડીને મૂકી દીધા તો બસ જીવનના ઊંડાણમાં ડૂબકી મારી ઈશ્વરના સત્ય,નૈતિકતા, અઢળક શક્તિ,વિચારધારા આ મૂલ્યવાન મોતીની સપાટી પરના પ્રકાશરુપી કિરણને આપણા દેહને તેજસ્વીતા થી શણગારવાનો છે.

 દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે,જે સાચા સમયે નિખારે તો જ તે દુનિયાની નજરે ચડે છે.બસ તેના માટે સખત મેહનત અને ધૈર્ય,મજબૂત મનોબળની જરૂર છે.આ ત્રણ નો સરવાળો એટલે જીવનની સાચી સફળતા.
     વઘુ વાંચો 👉પ્લાસ્ટિક મુક્ત ભારત.

આપણા જ જીવનનું સમય પત્રક બનાવી ઈમાનદારી પૂર્વક નિયમોનું પાલન કરી દરરોજ કસરત,વાંચન કર્તવ્ય કર્મ, કરી પોતાની જાતનો વિકાસ કરીએ.આજની જીવનશૈલીમાં લોકો જોડે પોતાના માટે સમય જ નથી રહ્યો,પણ જો આપણે સમય કાઢી અને આ ભગવાનની અદભુત લીલાને માણીશું તેની અનુભૂતિ કરી પરિક્રમા કરીશું તો આપણો જીવન ધન્ય છે.

 

દુનિયા તમારા વિશે કઈ પણ કહે તે ફક્ત તમને તેમની સમજણ પ્રમાણે જ તમને આક્સે.તમે જ તમારી જાતને સારી રીતે આંકી શકો છો.તમારા જીવન માં આવતી અસફળતા,નિરાશા કે કંઈ પણ તે માત્ર આપણા સમયની પરીક્ષા હોય છે,

બસ એ પાર કરી ગયા એટલે જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો એમનું સામનો આપણે આસાની થી કરી શકીશું.

નિરાશ થવાને બદલે તેને કેવી રીતે ઉકેલવું તે વિચારી,તમારું જીવન ખુબજ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખુબજ જરૂરી છે.પણ અત્યારના સમયમાં દૈનિક જીવનમાં લોકો પોતાની ફરજ ભૂલી ગયા છે.

ભાવના આહીર……..

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “જીવનના મૂલ્યો -માનવનુ મહત્વ”

Leave a Comment