પેરેન્ટ્સ ડે – માતા પિતાની ફરજો

                     ” પેરેન્ટ્સ ડે “

" પેરેન્ટ્સ ડે "

આધુનિક સમયમાં કયાંક કચડાતા સંબધોમાં મોટો ગાબડો પડયો છે.
એક બાળકને આપણે જન્મ આપીએ ત્યારે ખરેખર આપણે મા-બાપનો દરજ્જો ભજવીએ છીએ ખરા?

સંબધોની મથામણમાં કયાંક આપણે એક કોમળ ફુલને કચડી નાખીએ છીએ.
એક જીવનો નાશ થાય છે.જયારે મા-બાપ બની ગયા પછી છૂટાછેડા જેવા પ્રશ્ન ચાલતા હોય ત્યારે બાળક પર શું વિતતી હશે?

એ જ બાળક કહે છે જો તમે મારી પરવરીશ કરી શકવાના ન હતા તો મને શું કામ જન્મ આપ્યો? બાળકની દુનિયા તો ત્યાં જ પૂરી થઈ જાય છે.

આજકાલનાં સંબધો કાચ જેવા બની ગયા છે જો સાચવીએ નહી તો ત્યારે જ ફૂટી જાય છે. એ જ કાચ અનેક જીંદગી બરબાદ કરી નાખે છે. આપણે વિશ્વાસ, લાગણી, નો વટવૃક્ષ ઉભો કરીને સાચા અર્થમાં મા ‘બાપ બનીએ.

બાળકને સંસ્કાર, વિધાનો ધડતર કરી સ્વામી વિવેકાનંદ જેવાં આદર્શવાદી બનાવીએ જે હરેક દિવસને પેરેન્ટ્સ ડે બનાવીને શ્રવણની જેમ સેવા કરી ખુશીઓથી જીવનની હરેક ક્ષણનો શણગાર કરે.
_______________________

ભાવના આહીર.
ઉખડમોરા, ભુજ કચ્છ.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “પેરેન્ટ્સ ડે – માતા પિતાની ફરજો”

Leave a Comment