“પોશિંટો”
આ વાર્તામાં આજે આપણે જોઈએ છીએ કે માણસને પોતાનો પડછાયો પણ બોજ લાગી રહ્યું છે આજકાલના સમયમાં સંબંધોમાં તિરાડ પડી રહી છે એનું કારણ છે આપણી વ્યસ્તતા.જેના લીધે આપણે આપણા પરિવારને સમય પણ નથી આપી શકતા જેનાથી વાતચીતનું માધ્યમ ઘટી રહ્યો છે જો આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હોઈએ તો તેનો આનંદ કંઈક જુદું છે તો ચાલો આપણે જોઈએ વાર્તા પોશિંટો…
આંગણામાં સાવેણાના લીસાટા આજે ઘાટા પડી રહ્યા હતા.મનોમન લખી વાતો કરતી કે આ કાગડો જાણે બારે માસનો એક ભેગો રાણકી રહ્યો છે ને બીજી બાજુ ઓટલો મારો છેડલો નથી છોડતો એટલે હું સમજી ગઈ કે બપોર માથે ચડ્યો છે પણ આ હેજલી કેમ નહીં આવી હોય?
હાવેણો ઘા કરી લખીએ ભીતે ડોકયુ તાણ્યુ જોયું તો તેની આંખો રડી રહી હતી.
વધુ જાણો:- જીવનના મૂલ્યો -માનવનુ મહત્વ
વાતાવરણ જ્વાળામુખીની જેમ સળગી રહ્યું હતું એટલે લખી સમજી ગઈ ને બોલી રામી થોડી છાશ હોય તો દેજે આજે મારે દૂધ જાવ્યો નથી.
સાંજે તમારી દોઇળી પાછી આપી જાઈશ.ચારેકોરે ઘાઘરો વાળીવીટી રામી જાણે વૃદ્ધે ચડી હોય તેમ રણકી,તે જ બોલાવીને તારી ચાગલીને અમે તો પારકા છીએ તારા ક્યાં હતા?
જરીક વાર બારે ના ગઈ ત્યાં તો માતા પ્રગટ્યા મઢુલી સમજીને રમવા,વાહ સાસુમા તારી ચાલ બાકી.અરે બેટા હું તો અભણ છું કાંઈ જાણતી પણ નથી,તમારા જેવા આ મોબાઈલો પણ મને આવડતા નથી તો અહીંયા ખીલ્લે બાંધી એને કેમ બોલવું!
એ જે હોય તે હમણાં તમારો દીકરો આવતો જ હશે બે બાજરાના ઝાડામોટા રોટલા ટીપી દેજો, તમારે હવે ડોહલીઓને એ જ ધંધો છે,બાકી તારી આ અઢી હાડકી ક્યાંય કામ નહીં આવે.
છાશ ની દોયણી ગોખલામાં મુકતા લખી જાણે આશું સાચવી રહી હોય,મંદિરમાં પ્રભાતિયાના મીઠા સૂરે વાડામાં છાણ ઉપાડીને ઓટલે વિહામો ખાવા બેસી ત્યાં જ અંધારી અમાસ પછી ઉજાશ આવી.
જો બાઇ ઘર હોય ત્યાં ઠીબા ખખડે પણ તેનો અવાજ ઉંમરો ઓળંગે એમાં પછી ઘોબા ઊંડા પડે જે ઉપાડ્યા ઉપડે નહીં.વાતો કરીયે તો વા લઇ જાય,મારે તો હવે ટેવ પડી ગઈ છે,આ કાને સાંભળું ને બીજા કાને કાઢું પણ તેના ઘાવ નથી રુઝાતા જેની મલમ તો મારું આ પોશીટો જ લગાવી શકે!
એટલે જ દોડી દોડીને આ ઓટલે આંસુડા સારું છું.ત્યાં જ મીરાએ તેની વાંસળી વગાડી!
“એ બા ચાલો આ અધિકમાસના કાંઠાગોરની પૂજા કરવા”
આપણા પરિવારમાં ભગવાન પુરુષોત્તમ શાંતિ આપે.બધી ગામની બાઈઓ પરવારીને ગયું.હા હાલો આ બધું ભેગું હાલશે બાકી તો અહીંનું અહીં જ છે.
આશા છે કે આ વાર્તા તમારા જીવનને સ્પર્શી હશે સહકાર આપવા બદલ આપ સૌનો આભાર..💐🙏