પોશિંટો વાર્તા ભાગ‌ (૩) પરિવારની પરિભાષા

 

                “પોશિંટો વાર્તા”     

  “પોશિંટો વાર્તા” અંતિમ ભાગમાં આપણે જોઇશું કે અત્યારના સમયમાં વૃદ્ધાશ્રમની સંખ્યા ખૂબ જ વધી રહી છે તો તેના માટે આપણે શું કરી શકીએ તેનું બોધ આ છેલ્લા ભાગમાં મેળવીશું.

રામી ઈશારા કરતી બોલી તું જા હવે આનું તો ધ્યાન હું રાખીશ. મીરા આશીર્વાદ લઈને નીકળી.

જીગર ખેડીને હેજી બોલી ઘરમાં હવે તું સૌથી મોટી છે પરિવારને સાંભળવાની ફરજ તારા હાથમાં છે.સમય સાથે સંબંધ રેતીની જેમ સરકી ન જાય તેનું ધ્યાન તારે રાખવાનું છે.ના હો એવી ભૂલ હવે ભૂલથી એ ના કરુ.‌

"પોશિંટો વાર્તા"     

તમારો લબાજો લ્યો ને નીકળો તમારા ઓરડાની શોધમાં આંગણામાં બધું સમાન વેર વિખરાયેલા જોતા હેજી બોલી ઉઠી ‘આખલાને છૂટો ચારવા મુકો એટલે ‌ બીજાને ભૂખા મારે જ’.

બસ હવે મોઢે મગ ભરો બહુ સાંભળ્યું તારું બડબડાટ મને શાંતિથી શ્વાસ લેવા દો નહીં તો ધક્કા મારીને રસ્તો ચીઘવો પડશે.

હાય બાપ રે આ બાયડી છે કે પથ્થર.ભગવાનનો ય જરાય ભો નથી તને?‌આ‌ નુ‌ મો જોઈને તારું મન પલળતુ કેમ નથી?

         માણસ છે કે જનાવર ?

હેજી આના કરતા તો તારું ઓટલુ સારું છે પથ્થર થઈને તને પૂછે છે,હા લખી તારી વાત હાવ હોનાની.ગંધ હોય કે સુગંધ બોલ કી જાત ફેલાતા વાર ન લાગે ગંધ સાથે મારો જન્મ જાતનો નાતો પણ આ ઓટલા સાથે મારી મુગ્ધા અવસ્થાનો પ્રેમ ખબર નહીં આ ઓટલે મારા એક એક શબ્દમાં‌ ઝરતી બરતરાને ઠંડક આપી પોતે તપ્યો છે.

એના એક સ્પર્શથી મારા આખા દિવસનો થાક ઉતરી જાય છે મારા સુખ દુઃખમાં આશરો આપનાર છેલ્લે તો તું જ જીતી ગયો.આ દુનિયાદારીની આંધળી માનવતા હારી નેઠે.

અચાનક હેજીના પગે જાણે કોઈ વીંટાઇને બોલ્યું માવલડી મને માફ કરજો આ દુનિયાદારીની દેખાદેખી, તારીમારીમા હું એટલી ડૂબી ગઈ કે માનો પ્રેમ ન ઓળખી શકી.હું માફીને લાયક તો નથી પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ કે‌ મા-બાપ વગરનો ઘર સ્મશાન જેવું છે.

હવે આપણે બધા ભેગા રહીશું અને પરિવારની પરિભાષા મારા જેવા સ્વાર્થમાં કટાઇ ગયેલાને ભાન કરાવીશું કે સંયુક્ત પરિવારનું પ્રેમ તાકાત લાગણી અખંડ આનંદ નું મહત્વ આપણા જીવન માટે કેટલો જરૂરી છે.
ત્યાં જ ઝાપેથી મીરા બધું સાંભળીને ખળખળાટ હસતા બોલી હે ભગવાન તારો આભાર આજે તે‌ મારી જીવનની પરીક્ષા પાર કરી વર્ષોથી ભગવાન જોડે એક જ માગણી કરી હતી તે પૂર્ણ કરી.”

  વીયા કવીયા થાય પણ માવતર કમાવતર ના થાય ” 

આ કળિયુગમાં બંગલા ગાડી પૈસો આ બધું મળતા માણસ ગાંડોતૂર થઈ માનવતા ભૂલી ગયો છે તેને માણસનો‌ પડછાયો પણ બોજ લાગવા માંડ્યું છે.એટલે જ આ વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા છે જો શ્રવણ જેવા દીકરા વહુ હોય તો આ વૃદ્ધાશ્રમ શબ્દ કાને ન પછડાય.રમલો ને‌ મેહુલિયાની આંખો નિઃશબ્દ વહેતી રહી ગઈ.

ચાલો હવે બધા આજે મારા હાથનો રોટલો ખવડાવું આટલા દિવસ તો મો માંથી કોળીયા કાઢ્યા પણ હવે જ્યાં સુધી તમે છો ત્યાં સુધી અમે‌ સાથે હળીમળીને સેવા કરીશ‌ કા નાનકી હા જુઓ તમારા ઓટલા જેટલો પ્રેમ નહીં આપી શકું એટલે એની જોડે પહેલાં‌ જજો.

ઓય પોશિટા કાન ખુલ્લા કરીને સાંભળ મારી માવલડી જોડે અણધાર વરહ જે હવે તમારા વહેણ વચ્ચે કોઈ નહીં આવે.

આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર આપે ત્રણ ભાગ વાર્તા ના વાંચે તેને વધાવી તે બદલ ધન્યવાદ…

ભાવના આહીર.

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

Leave a Comment