પ્રજાસત્તાક દિવસની ઉજવણી -વાર્તા આજનો યુવાન’.
તમે આગળના ભાગમાં વાંચ્યું કે આપણે નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય એમની જોડે બાળક બનીને હસતા રમતા ખેલતા કેમ તેઓના સપનાનો શણગાર કરી શકીએ તો ચાલો હવે આપણે પ્રજાસત્તાક ભારત વાર્તા ભાગ છ માં ડૂબકી મારીને હજી વિશેષ જાણીએ અને માણીએ.
“ સોશિયલ મીડિયા નો પ્રભાવ“
બાળકોની બધી પ્રવૃત્તિઓ આપણે આજે કરી લીધી છે. અને તેમનું આયોજન કરી અને સમય અનુસાર બધી પ્રવૃત્તિઓ પણ ચાલતી રહેશે .આમ જ ત્યાં શાળાના શિક્ષકોને પણ આપણે કહી દીધું છે ,એટલે હવે માત્ર ને માત્ર આપણે યુવાનો માટે શું કરી શકીએ તે વિચારવું છે?
કારણ કે આજનું યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે. અને યુવા પેઢી એ આપણા દેશનો પાયો છે.જો તને એક વાત કહું મોક્ષ ?પહેલા તો છે ને અત્યારનો યુવાન સોશિયલ મીડિયામાં શિકાર બની રહ્યો છે, અને ખૂબ છેતરાઈ પણ રહ્યો છે .
પોતાના પૈસા બરબાદ કરી રહ્યો છે,તે પોતાનું અતિ મહત્વનું સમય વેળફી રહ્યો છે .જે એને અત્યારે નહીં સમજાય પણ અમુક સમય વીત્યા બાદ સમજાશે.ત્યારે અફસોસ સિવાય એની પાસે કશું હશે જ નહીં કરવા માટે કંઈ !
સાચું ને મોક્ષ?
હા
તારી વાત સાચી છે,તો ચાલ હવે આપણે એવું કંઈક વિચારીએ કે જેનાથી યુવાનો ને કોઈ એવી પ્રવૃત્તિઓ કરીએ અને એ લોકો એવી પ્રેરણા લઈ અને કંઈક આપણા દેશ માટે સારા વિચારો દ્વારા કંઈક કરી શકે.જો મુક્તિ તને એક વાત કહું ?આ લોકો બધું સમજે છે, બસ એમને માત્ર કંઈક કરવાની ધગસ આપવાની જરૂર છે.
ચાલો મિત્રો આપણે અહીં સુધી વાંચ્યું અને આગળ મને પણ તત્પરતા છે કે મોક્ષ અને મુક્તિ યુવાનો માટે શું કરશે હવે
એક બેન છે, જેઓનું મને કાલે જ ફોન આવ્યો અને તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે ,એમને ઘણું બધું એમના જીવનમાં કરવું છે અને લોકોને પણ મદદરૂપ થવું છે પણ તે અમુક સંબંધોની માયાજાળમાં ફસાઈ ગયા છે ,જેનાથી એ ઇચ્છતા હોવા છતાં પણ કંઈ કરી શકતા નથી.
મોક્ષ મારે કાલે જે એમની જોડે વાત થઈ અને મેં તેમને અત્યારે સમજાવ્યા છે કે તમે આત્મહત્યા કે એવું કોઈ ખોટું પગલું ભરતા નહીં અને અમે તમારી થાશે તેટલી મદદ કરવા તૈયાર છીએ. મૈત્રી એ બેન નું નામ શું હતું?
હા તેમનું નામ હતું લીલી જે ગામડાની છોકરી છે અને ખૂબ જ હોશિયાર છોકરી છે પણ બસ એમના રીતીરિવાજો અને સમાજના મેનાટોના માં ક્યાંક કચડાઈ રહી છે.તેને ભણવું છે ,અને દેશ માટે કંઈક કરવું છે અને સમાજમાં બદલાવ લાવો છે, પણ બિચારી એ વાતાવરણમાંથી બહાર નથી નીકળી શકતી
અત્યારે એને ભણવા માટે પૂરતા પૈસા પણ નથી કે જેનાથી તે કોલેજની ફી ભરી શકે ?અને ત્યાંની માનસિકતા એવી છે કે છોકરીઓને ભણાવવાની ના હોય છોકરીઓ તો માત્ર ઘરકામ જ કરતી હોય છે, એ તો માત્ર રસોડાની બારીમાં શોભે.
મૈત્રી એક કામ કર તું અત્યારે જ તેમને ફોન કર અને આપણે બંને એમને વાત કરીએ જો એમને સમય અનુકૂળ હોય તો કારણ કે એ વાતાવરણ માંથી બહાર કાઢવું એ જરૂરી છે. અત્યારે કદાચ એ બેન ડિપ્રેશનમાં આવીને કોઈ ખોટું પગલું ના ભરી લે.જય શ્રી કૃષ્ણ લીલી બેન તમે અત્યારે ફ્રી છો બેન ?
હા !
હું મૈત્રી બોલું છું? ઓળખ્યા મને? હા બેના બોલો બોલો કેમ છો મજામાં ને? હા બસ બેન મજામાં,તમારી તબિયત સારી છે ને ?હા મેં એટલા માટે ફોન કર્યું હતું કે તમારે હવે કાંઈ વધારે પ્રોબ્લેમ જેવું નથી ને નહીં તો તમે અમારી જોડે અહીંયા આવતા રહો અને હું તમારા પપ્પા જોડે પણ વાત કરી અને એમને સમજાવી દઉં છું કે અમે એમને ભણાવશુ અને મદદ પણ કરીશું.
તમે બસ અહીંયા મૂકી દો અમદાવાદમાં અને તમારું એડમિશન પણ કરાવી નાખીએ તો ,તમારા પપ્પા બાજુમાં છે ? અત્યારે તો હું એમની જોડે વાત કરી લઉં, શું નામ છે તમારા પપ્પાનો?
ખીમજીભાઈ, હા સારું ચાલો તો તમારા પપ્પાને ફોન આપો ને. હા ખીમજીભાઈ હું મૈત્રી બોલું છું અમદાવાદથી અમે એક મિશન ચલાવી રહ્યા છીએ યુવાનો માટેનું અને જે દેશ માટે કંઈક કરવા માંગે છે અને જેમની અંદર કંઈક કરવાની તમન્ના છે.
તેવા લોકોને અમે મદદ કરી રહ્યા છીએ અને હા, આ તમારી દીકરી તે ખૂબ જ હોશિયાર છે અને આગળ જઈને તે સારી એવી નોકરી મેળવી શકે તેમ છે અને તમારું સમાજનું નામ રોશન કરી શકે તેમ છે તો તમારી ઈચ્છા હોય તો તમે એને અમદાવાદ મોકલી આપો?
અમે એમને બધું કરાવશું તમે કોઈ ચિંતા લેતા નહીં બધી જવાબદારી હું લઉં છું.
હા બોન તમારી વાત સાચી પણ અમારે કેવું છે કે ,અમારી છોકરીઓને ભણાવે નહીં અહીં ,અમારા સમાજમાં છોકરીઓ ભણે તો કહેશે કે બગડી જશે બહાર જશે તો એટલે અમે ઇચ્છતા હોવા છતાં પણ કરાવતા નથી.
પછી અમારે કોઈ લગ્ન માટે હા ના પાડે દીકરીને ઘરે તો ન રખાય? બીજું અમને કાંઈ નથી બોન. હા ખીમજીભાઇ હું તમારી વેદના સમજી શકું છું ,પણ આપણે કંઈક કરીશું તો જ આપણે બદલાવ લાવી શકીશું ને કોઈને શરૂઆત તો કરવી પડશે ને.
સારુ બેન હું તમને મારા સગા બેન ની જેમ માની અને તમારા ભરોસે મારી દીકરીને મોકલું છું તો હવે તેમને સાચવજો અને દીકરીને નોકરી મળે અને તેનું ખૂબ નામ રોશન કરે તેવા હું આશીર્વાદ આપું છું,સુખી રહેજો બેટા.
તમે મારી વાર્તા પ્રજાસત્તાક ભારત વાંચી તે બદલ આપ સૌનો આભાર અને મને આશા છે કે તમને કાંઈક તો બોધ મેળવ્યું હશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારી વાર્તાને આટલો પ્રતિસાદ આપી રહ્યા છો.
_________________________________________.
ભાવના આહીર
ઉખડમોરા કચ્છ.