પ્રજાસત્તાક ભારત,( ભાગ :-1)

જય શ્રી કૃષ્ણ આપ સર્વને

હું તમારી સમક્ષ લઈને આવી છું એક સુંદર મજાની વાર્તા જે વાચતા જ એમ થશે કે નહીં મારે પણ કંઇક કરવું છે તો રાહ શેની જુઓ છો ચાલો મારી સાથે આપણે વાર્તા માં કૂદકો મારીએ..

 

                      પ્રજાસત્તાક ભારત

પ્રજાસત્તાક ભારત,( ભાગ :-1)

મારું રળિયામણો દેશ

મૈત્રી સમાચાર જોઈને બરકી! એ સાંભળો છો, મોક્ષ વિદેશ જવાની ઘેલછા માં કેટલાય ભારતીયે જીવ ગુમાવ્યા . ખબર નહીં પોતાનું છોડીને પારકા માં શું મળતું હશે. મારી વહાલી ત્યાં મળે છે તે આપણા પ્રજાસત્તાક ભારતમાં નથી મળતું, પરિવાર છોડવું કોને ગળે ઉતરે !

લોકોને ત્યાંની લાઈફ સ્ટાઈલ ગમે છે, તે અહીં નથી. આંખો ખોલતાં જ કચરાનાં ઢગલા, પાણીની રેલમછેલ, ગટર લાઈનના ઉભરા, પિચકારી મારી વ્યસનને વધાવતાં યુવનીયા, પ્રદુષણના ભુંગરા, ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા ઉતાવળે અનેક જીવ લેતા વાહનો,આ બધું પ્રજાએ જ ઉભુ કર્યું છે,અને તે હવે ભોગવી રહી છે.

જો બધું સાચું પણ આપણે પ્રજાસત્તાક ભારતની ધરતી પર સોનેરી ચાદર તો પાથરી જ શકીએ.

વરસાદ પડતાં જે માટીના સુગંધની અનુભૂતિ મે અહિં કરી છે, તે દુનિયામાં કોઈ જગ્યાએ નથી. ચાલ આપણે આંખ બંધ કરી સાચે જ સ્વપ્નનું પ્રજાસત્તાક દિનને વધાવીએ.

જો સામે બઘા કચરો ડસ્ટબીન માં નાખે છે. કેવું રુડી લાગે છે પ્રજા. પાણીનો એક બુદ પણ, વ્યર્થ નથી રેળાતુ,ધરતી જાણે ધમધમીને કહી રહી છે,પ્રદૂષણથી પીલાતી જાણે મુકત થઇ છું, હવે પ્રજાને મારે ખૂબ આનંદ આપવો છે.

વાહનોની હારમાળા વચ્ચે પણ નિયમ મુજબ લોકો શાંતિ પૂર્વક જઈ રહ્યા છે,અકસ્માતથી થતાં મોતથી મોક્ષ મળ્યું છે. પાદરે પાદરે જુદી જુદી સાંસ્કૃતિક વારસાનાં દર્શન થાય છે, રીતિરિવાજો, પરંપરા,તહેવારો આ વારસો એ માત્ર ભારતીની પ્રજાએ જ જીવંત રાખ્યું છે તે જીવી પણ રહી છે.

ભાતિગળ સંસ્કૃતિમાં પરોવાઈ કલામાં તો કારીગરો ડૂબકી લગાવી રહ્યા છે. ભરત કામ,મોતી કામ,ઝરી કામ,માટી કામ આ બધાથી નાના નાના ગામડાઓની મહિલાઓ ને પણ રોજગારી મળી રહી છે, પોતાના ઘરનો ભાતું જાતે જ બનાવીને ઉભું કરે છે.

પ્રજાસત્તાક ભારત

ભાતિગળ સંસ્કૃતિ

ભવ્ય મંદિરમાં પ્રવેશ કરતાં જે આત્માને શાંતિ મળે છે તે અદભૂત છે, જેમ ગંગા નદીના કિનારે વહેતી નદીની રેતમાં આળોટી આનંદ મળે છે તે સ્વર્ગની અનુભતિ કરાવે છે.

માનવતાનો તો ભારત ની પ્રજાએ જાણે માળો બનાવ્યું છે. જેમાં બધા કલબલાટ કરી રહ્યા છે.શાળાએ જાતો બાળક પણ ‘મા-બાપના’ આશિર્વાદ લઈને કહી રહ્યો છે, જો જો હો હું ભણીગણીને એટલો મોટો માણસ બનીશને, તમને મારી સાથે ખુશ રાખીશ અને આપણા દેશમાં એક પણ વૃદ્ધાશ્રમ ન બનાવું પડે તેવી યુવા પેઢીને શીખ આપીશ.

આદર અને આદર્શ આ શબ્દો કાને પડતાં મને તો સ્વામી વિવેકાનંદની છબી’ અંકિત થાય છે.મૈત્રીની આંખો અચાનક ખુલ્લી ગઈ તે કહે છે હવે ભારત ભ્રમણ થઈ ગયું હોય તો મોક્ષ તમારી દુનિયામાં પધારો, ખરેખર અદભૂત છે,ભારત દેશ .

આપણા ઘડવૈયા એ કેટલા આંદોલન કર્યા હશે ત્યારે આપણે આ બધું માણવાની જાણવાની તક મળી છે.

સ્વર્ગ તો ભારતની ધરા પર જ છે, લોકો વિદેશી લાઈફ સ્ટાઈલની કમાણીમાં કયાંક ભારતની ધરોહર પર નજર કરતાં ચૂકી ગયા છે. હું પણ આંખે પાટા બાંધી બેઠો હતો ત્યારે મને આ પ્રજાસત્તાક ભારત ખૂબ ખૂંચી રહ્યો હતો, પણ મૈત્રી તે મારી આંખો ખોલી નહીં તો હું મારા દેશની મજા કયારેય માળી ન શકત.
અરે વાહ હવે સાચા અર્થમાં આપણે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવી છે.

આજે ભારત પાસે સૌથી વધુ યુવા ધન છે.કોઈ પણ કાર્ય કરવા માટે યુવા સક્ષમ છે. આજનો યુવાન એ આવતી કાલનો ભવિષ્ય છે. અંગ્રેજો, ફિરંગીઓ, મુઘલોએ ખૂબ ઘૂસણખોરી કરી ભારતને પોતાનું કરવામાં પણ ભારત હરેક પરિસ્થિતિમાં ઉભરતું રહ્યું અને આજે દેશ, વિદેશના નકશામાં પોતાની અતુલ્ય ઓળખથી માોરની જેમ કળા કરી રહ્યું છે.

ભારત દેશને દરેક ક્ષેત્રે મહાપુરુષનો અવતાર મળ્યું છે તે પછી આઝાદીની લડત હોય કે વિજ્ઞાન સંસોધન,કે પછી દેશનાં રમતવીરથી માડી ઉધોગપતિ,’મહાત્મા ગાંધી, ભગતસિંહ, વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ, મેજર ધ્યાનચંદ’,વિશ્વ વિખ્યાત વીરોએ દેશની આન, બાન, શાનથી જીતની રંગોળી આખા વિશ્વમાં પૂરી છે.

ભારતની વીરાંગનાઓ રાણી ‘લક્ષ્મીબાઈ,રાણી દ્વોપદી’ જેમને રાષ્ટ્ર હિત માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દેશની લગામ માટે પોતાનું જીવ પણ આપ્યું છે. મોક્ષ શું આ બધું આપણે આપણા જીવનશૈલીમાં ઉતારીને દેશને કંઈક તો આપી જ શકીશું?

જો આપણો દેશ આત્મનિર્ભર છે, વિશ્વમાં બજાર ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે.

ઘણી વિદેશી કંપનીઓ આપણા દેશમાં આકર્ષાય છે અને વસવાટ કરી માલ વહેચે છે, જેની અસર સામાન્ય માણસ પર થાય છે, મોચી, કુંભાર, કાપડનાં વેપારીઓ, માટીનાં વાસણો આ બધું વ્યવહાર બંધ થઈ રહ્યું છે,જેથી આપણા દેશના અર્થતંત્રમાં મોટું ગાબડું પડી રહ્યું છે.

મૈત્રી પૂછે છે, કે મોક્ષ આ ગાબડું આપણે કેવી રીતે પૂરી શકીએ? જો સાંભળ પહેલાતો આપણે જયારે પણ ખરીદી કરીએ ત્યારે આપણા દેશમાં બનતી વસ્તુની જ કરીએ જેથી સામાન્ય માણસને તેનો રોજગાર મળી રે ને

આપણી સંસ્કૃતિ,કલા પણ જીવંત રહે, ખાદીના કપડાં, રમકડાં આ બધું આપણે આપણા દેશમાંથી ખરીદી કરીએ તો તેની સીધી અસર આપણા આર્થિક ક્ષેત્રનાં વિકાસ પર પડે ને ખાડા પૂર્ણ થઈ જાય લોકોને નોકરીની તક પણ મળી શકે જેથી કમાવા વિદેશ વિલાસ પણ ન ભોગવું પડે.

સરકારી નોકરી માટે હેરાન પણ ન થવું પડે સામાન્ય લોકો એ અભ્યાસ પણ નથી મેળવી શકતા તેથી તેની પાસે કોઈ જ રસ્તો નથી જડતો જો આપને રોજગારીની તકો આપણા દેશમાં છે તેને મહત્વ આપીશું તો આપણી આવતી નો સૂરજ ચમકતો દમકતો આપણી બધાં માથે હર્ષ ની વરસાદ કરતો હશે.

એટલો ખુશ હસે કે તને લાગશે નહીં મારો દેશ મહાન છે તે આવા લોકોના કારણે.વાહ યાર તારું મગજ તો બહુ તેજ છે હો બાકી.

હજી કોઈ પાઠ ભણવા છે કે હવે પૂરું કરું, જો મોક્ષ પૂરું તો થાય તેમ નથી કેમ કે આ આપણો પ્રજાસત્તાક ભારત દેશ છે,આની તો જેટલી માટી ખૂનીએ તેટલી ઓછી. કચ્છનો સફેદ રણ જે કહી રહ્યો છે કે હું પોતે તપીને બીજાને છાયડો આપી, સુકાઈ રહ્યો છું.

જ્યારે સૂકા પ્રદેશમાં માં મારી આંખોનો પાણી વહાવી ને મીઠું બનાવીને લોકોમાં મીઠાસની લાગણી અનુભવી છે તો બસ આ બીજે ક્યાંય નથી જે આપણી નજરની સામે જે સોનેરી મુલ્ક શોભી રહ્યું છે.

આપણે આપણું અવાજ પ્રજા સુધી પહોચાડી સત્યના પંથે કેડી કંડારીને ચાલતાં ચાલતાં ભારતમાં નું ખોળુ ખૂંદતા જીવન દેશ હિતાર્થે અર્પી શીશ નમાવીએ.

સાચે જ મૈત્રી તે તો મને આ પ્રજાસત્તાક ભારતની સાચી મૈત્રી કરાવી હો. ચાલ હવે આપણા સ્વપ્નનું પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી લોકો સુધી આપણા વિચારોનું વહાણ ખેડતાં આ આઝાદીની ભરપૂર સુંગધ ભારત ની પ્રજા સુધી પહોંચાડીએ.

ચાલો તો હવે આપણી મંજિલ પર પગલાં માંડીએ, તું વિચાર ને યાર આપણે પેહલા શરૂવાત ક્યાં થી કરશું અરે બુધું આપણે ગાંધીજીની જેમ કોઈ લડત નથી લડવી કે તને હથિયાર આપુ જો ભગવાનને પ્રાર્થના કરીને કરીએ કંકુના ભગવાનના કામ ભગવાન પાર પાડશે.

મળીએ ફરી આપને મારી વાર્તા સારી લાગી હોય તો તમારા વિચારો જરૂર. જણાવજો..

જય શ્રી કૃષ્ણ
ભાવના આહીર..

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “પ્રજાસત્તાક ભારત,( ભાગ :-1)”

Leave a Comment