પ્રજાસત્તાક ભારત ભાગ (2)..

પ્રજાસત્તાક ભારત ભાગ (2).”

તમે આગળના ભાગમાં મારી પ્રજાસત્તાક ભારત વાર્તાને વધાવી તે બદલ આપ સૌનો આભાર 🙏💐
________________________________________
વાંચો પ્રજાસત્તાક વાર્તાનો બીજો ભાગ.

“જુએ છે તું આ બાજુ તો કચ્છની સીમાઓ કેટલી બધી રળિયામણી લાગી રહી છે હા એ તો છે જ ને કચ્છ તો કચ્છ છે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ઈસલીયે તો અભિતાભ બચ્ચન ભી કહેતા હે ના મેરે દોસ્ત જો હું તને એક વાત કહું મોક્ષ તું સાંભળજે તને પેલી છોકરી દેખાય છે સામે વાળી તે કંઈક કરી રહી છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ તો ખરા.

વનવગડો છે આટલા તડકામાં કેમ બધું કામ કરતા હશે આ લોકો અરે યાર તું ચાલ તો ખરી ત્યાં જઈને આપણે એમને મળીએ અને તારા હરે કૃષ્ણના જવાબ આપણે એ લોકો જોડે જ જાણી ઓકે હા હવે ચાલ ચાલ હવે.

એ છોકરી તારું નામ શું છે બેટા? મારું નામ તો રીના છે તમે કોણ બેટા અમે છે ને અમદાવાદથી આવ્યા છીએ તમારા બધાની મુલાકાત લેવા માટે.

પેલી છોકરી ગભરાવા લાગી અને તે તેના ભંગામા હાલી ગઈ મોક્ષ આપણે આ બધાને કેવી રીતના સમજાવશો કે આપણે તો એમનું ભલું કરવા માટે આવ્યા છીએ પણ આ લોકો તો આપણાથી ડરી રહ્યા છે હવે સારું હું બોલવું.

એ બેટા તારા મમ્મી પપ્પા છે અહીંયા અમે તને કાંઈ નહિ કરીએ હો બેટા બસ અમે તો તમારી મદદ કરવા માટે આવ્યા છીએ તારા પપ્પા હોય તો બોલાવો ને બેટા.

સાહેબ મારા બાપા તો વહેલા વાડી હાલ્યા જાય અને એ તો સાંજના સામે આવે અમારે તો વનવગડામાં મજૂરી કરીએ એટલે અમારે કમાઈએ તેટલું ખાઈએ અમે અને મારા મમ્મી તો તારા હવે પાણી ભરવા ગયા છે અમારે અહીંયા પાણી પણ નથી આવતું.

આપણે જોયું કે ત્યાંનું બધું વાતાવરણ કેવું હતું પણ મોક્ષ હવે આપણે આ છોકરીને કઈ રીતના સમજાવ શુ?કારણ કે એ તો ડરી રહી છે, મને એવું લાગે છે કે આ ઉપાડ્યા વાળા આવેલા લાગે હવે એને આપણે બહુ પૂછ્યું તો એ છોકરી તો ડરી છે એક કામ કરીએ આપણે ત્યાં સામે જે શેઢો છે ને ખેતર નો ત્યાં જઈએ ત્યાં કોઈક ભાઈ કામ કરી રહ્યા છે કદાચ એ એમના પપ્પા હોય તો વાત થઈ શકે આપણે. અરે યાર થોડી જલ્દી ચાલ ને તું પહેલા એક વાત કે મને તું આ રીતના ખેતરમાં ક્યાં ચાલી છે તું.

પ્રજાસત્તાક ભારત ભાગ (2)..

હવે આપણે તો શહેરમાં ફ્લેટથી બારે બસ કામ પૂરતા જતા હોઈએ ક્યાય મને તો ધૂળ ક્યાંય પણ જોવા નથી મળી અને અહીંયા તો ડાયરેક્ટ ધૂળમાં જ પગ નાખ્યું છે તો થોડી તકલીફ તો પડશે જ પણ કંઈ વાંધો નહીં આપણે લડી લઈશું કારણ કે આપણે બધું કરશું તો આપણે સામેવાળા જે કામ કરે છે એમને પણ સમજી શકશું ને.

બસ મૈત્રીઓ બહુ થાકી ગયો છું હવે આપણે છે ને સામે લીમડો દેખાય છે ને ત્યાં થોડીક વાર આરામ કરી લઈએ અને ખૂબ તડકો પણ છે એટલે હવે મારાથી ચલાય એવું નથી સારું તો બીજું શું ચાલો બેસી થોડીવાર માટે હું શું કહું મૈત્રી તને ભૂખ લાગી છે અત્યારે કેમ શું હવે અહીંયા ખેતરના ઢેફા ખાશો શું તને ખબર છે રસ્તામાં આવતા હતા ત્યારે સામે એક નાનકડો છોકરો મળ્યો હતો મારો નાસ્તાની ડબ્બો તમે આપી દીધો.

હવે આપણા બેગમાં તો પાણી સિવાય કાંઈ વધ્યું નથી બધું પૂરું થઈ ગયું છે હવે બસ આ ઉપરવાળા ના ભરોસે આપણે ચાલવાનું છે અને એ આપણે સાથે ચાલવાના છે.

કંઈ વાંધો નહીં મૈત્રી આપણે ત્યાં છે ને એમને પપ્પાને મળીએ અને તે લોકો આપણી જમવાની પણ સુવિધા કરી આપશે કારણ કે આપણા જે શહેરી લોકો હોય ને એમાં લાગણી એટલી નથી હોતી પણ આ લોકો તો જે રસ્તા ઉપર થી નીકળતા હોય ને

એમને પણ બપોરના ટાઈમ હોય કે સાંજનો ટાઈમ હોય તો એ જમીન ચાય પીવડાવીને પછી જ મોકલે છે ભલે એ લોકો મજૂરી કરીને ખાય છે પણ કોઈને ભૂખ્યો નથી સુવા દેતા સાચે જ મોક્ષ તો સાચું બોલી રહ્યો છે .

અરે હા યાર તો હમણાં તને ખબર પડી જાશે કે એ લોકો આપણે કેટલું માનપાન અને વહાલ આપે છે જે આવું વહાલ તો તે ક્યાંય નહીં જોયું હોય ચાલ હું તને શું કામ કરી રહ્યો છું તું જ અનુભવ કરી લે ને ત્યાં ચાલીને.””

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ભાવના આહીર
ઉખડમોરા ભુજ કચ્છ..
હાલ ગાંધીનગર.

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “પ્રજાસત્તાક ભારત ભાગ (2)..”

Leave a Comment