પ્રજાસત્તાક ભારત વાર્તા અંતિમ ભાગ
તમે મારી વાર્તા પ્રજાસત્તાક ભારતના બધા ભાગ ખૂબ જ સરસ રીતે અને બારીકાઈથી વાંચી અને મને સારા એવા પ્રતિસાદ આપ્યા તે બદલ હું આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું .આ વાર્તા લખવાનો મારું હેતુ એટલું જ છે કે આપણે આપણા દેશ માટે શું શું કરી શકીએ જેનાથી આપણા દેશના નકશામાં એક અલગ ઓળખ ઊભી કરી આખા વિશ્વમાં ડંકો વગાડીએ તો ચાલો હવે આ વાર્તા નો અંતિમ ભાગ તરફ જઈએ અને જોઈએ.
જય શ્રી કૃષ્ણ લીલી બેન તમે અત્યારે ફ્રી છો બેન ?હા !
હું મૈત્રી બોલું છું? ઓળખ્યા મને? હા બેના બોલો બોલો કેમ છો મજામાં ને? હા બસ બેન મજામાં,તમારી તબિયત સારી છે ને ?
હા મેં એટલા માટે ફોન કર્યું હતું કે તમારે હવે કાંઈ વધારે પ્રોબ્લેમ જેવું નથી ને નહીં તો તમે અમારી જોડે અહીંયા આવતા રહો અને હું તમારા પપ્પા જોડે પણ વાત કરી અને એમને સમજાવી દઉં છું કે અમે એમને ભણાવશુ અને મદદ પણ કરીશું.
તમે બસ અહીંયા મૂકી દો અમદાવાદમાં અને તમારું એડમિશન પણ કરાવી નાખીએ તો ,તમારા પપ્પા બાજુમાં છે ? અત્યારે તો હું એમની જોડે વાત કરી લઉં, શું નામ છે તમારા પપ્પાનો? ખીમજીભાઈ, હા સારું ચાલો તો તમારા પપ્પાને ફોન આપો ને.
હા ખીમજીભાઈ હું મૈત્રી બોલું છું અમદાવાદથી અમે એક મિશન ચલાવી રહ્યા છીએ યુવાનો માટેનું અને જે દેશ માટે કંઈક કરવા માંગે છે અને જેમની અંદર કંઈક કરવાની તમન્ના છે તેવા લોકોને અમે મદદ કરી રહ્યા છીએ અને હા,
આ તમારી દીકરી તે ખૂબ જ હોશિયાર છે અને આગળ જઈને તે સારી એવી નોકરી મેળવી શકે તેમ છે અને તમારું સમાજનું નામ રોશન કરી શકે તેમ છે તો તમારી ઈચ્છા હોય તો તમે એને અમદાવાદ મોકલી આપો?
અમે એમને બધું કરાવશું તમે કોઈ ચિંતા લેતા નહીં બધી જવાબદારી હું લઉં છું.
Read more:- પ્રજાસત્તાક ભારત વાર્તા પ્રકૃતિની ગોદમાં ભાગ 3
હા બોન તમારી વાત સાચી પણ અમારે કેવું છે કે ,અમારી છોકરીઓને ભણાવે નહીં અહીં ,અમારા સમાજમાં છોકરીઓ ભણે તો કહેશે કે બગડી જશે બહાર જશે તો એટલે અમે ઇચ્છતા હોવા છતાં પણ કરાવતા નથી ,પછી અમારે કોઈ લગ્ન માટે હા ના પાડે દીકરીને ઘરે તો ન રખાય?
બીજું અમને કાંઈ નથી બોન. હા ખીમજીભાઇ હું તમારી વેદના સમજી શકું છું ,પણ આપણે કંઈક કરીશું તો જ આપણે બદલાવ લાવી શકીશું ને કોઈને શરૂઆત તો કરવી પડશે ને.
સારુ બેન હું તમને મારા સગા બેન ની જેમ માની અને તમારા ભરોસે મારી દીકરીને મોકલું છું તો હવે તેમને સાચવજો અને દીકરીને નોકરી મળે અને તેનું ખૂબ નામ રોશન કરે તેવા હું આશીર્વાદ આપું છું,સુખી રહેજો બેટા.
જો મૈત્રી આપણે એક જિંદગી તો બચાવી શક્યા,આવી તો અનેક જિંદગી છે અને એ જિંદગી ક્યાંક ઘરમાં જ કચડાઈ રહી છે, તે બારે પણ નથી આવવાની પણ હવે આપણાથી જેટલું થાય એટલું કરીએ અને લોકોમાં વહેંચીએ જેનાથી એક જિંદગી બચે એ પણ અત્યારે મહત્વની છે.
ચાલ હવે આપણે સામે એક છોકરો છે જે સિગરેટ પી રહ્યો છે, દેખાયું તને? હા દેખાયું તો છે પણ મને સિગરેટની સ્મેલની એલર્જી છે ,પણ કંઈ વાંધો નહીં હું મોઢું બાંધીને ચાલીશ. શું નામ છે ભાઈ તમારું ?કેટલા વરસના તમે? મારું નામ નૈતિક છે 15 વર્ષનો છું. તમે કોણ? મને કેમ પૂછી રહ્યા છો? તમારે શું કામ છે મારુ? જાઓ અહીંથી.
અમારે તમારું કામ છે ને ભાઈ એટલે જ અમે અહીંયા આવ્યા છીએ તમે આજે કરો છો ને તે તમારા શારીરિક રીતે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ લાવી શકે છે, અને તમારા પરિવાર માટે પણ આ સારી બાબત નથી તમારું જીવન એ તમારા મમ્મી પપ્પા માટે ખૂબ જ મહત્વનું છે, જો તમે અહીં હશો તો એમનું ચહેરો હસતો રાખી શકશો પણ ,આ વ્યસનનો શિકાર બનતા રહેશો તો ખબર નહીં તમારે કેટલી બીમારીઓનું સામનું કરવું પડશે.
અને તમારા પૈસા પાણીમાં થશે જે તે મેં કલ્પના પણ નહીં કરી શકો, તો તમે આજનો યુવાન છો આજના સ્વામી વિવેકાનંદ છો આજનો આદર્શ યુવાન આવા વ્યસન કરે તેના શોભે એટલા માટે તમે આજથી જ એક નિયમ લો કે હું મારા જીવનમાં ક્યારેય વ્યસન નહીં કરું? અને મારા કોન્ટેકમાં જેટલા પણ મારા દોસ્તાર છે ,એમને પણ શીખ આપીશ અને એમને પણ વ્યસન કરવા નહીં આપું અને મારા પરિવારને સુરક્ષિત રાખીશ અને હું પણ સુરક્ષિત રહીશ.
તને શું લાગે છે યાર હવે આપણે આ બધું કર્યું છે આપણા દેશ માટે આપણા પ્રજાસત્તાક ભારત માટે આપણી ભારત માતાની ધરતી માટે આપણા દેશના નકશામાં એક ભારતીય નું નામ મોરની જેમ કળા કરે તેના માટે, પણ માત્ર કરવા પૂરતું જ સીમિત નથી .
આપણે એક જવાબદારી લેવી પડશે એટલે આપણે એક ને નહીં આપણા ભારતના હરેક નાગરિકને પોતાની એક જવાબદારીથી તેમનું કર્તવ્ય નિભાવી અને દેશ કાજે રક્ષા કરીશું. જ્યાં પણ કચરું પડ્યું હશે તો આપણે ખુદ ઉઠાવી તેને કચરાપેટીમાં નાખી દેશું ,કોઈ વ્યસન કરી રહ્યું હશે તો તેને ના કરીશું કોઈને શિક્ષણમાં તકલીફ હશે તો તેને મદદ કરીશું. કોઈ નાનું બાળક જે ખોટા રસ્તે જઈ રહ્યું હશે તો તેની સાચી માર્ગદર્શન આપીશું .
કોઈ બેન દીકરીની છેડતી થઈ રહી હશે તો તેને સુરક્ષિત રાખીશું અને હંમેશા આપણા વડીલો પ્રત્યે માબા પ્રત્યે હું આપી અને પ્રેમની ભાવના નું વહેણ વરસાવી શુ, અને આપણે વાસુદેવ કુટુંબ ભાવનાની માયામાં આપણું જીવન શાંતિથી આનંદમય પસાર કરીશું.
બસ અમે બંને આટલું કર્યું છે, અને હજી આગળ ઘણું બધું કરવું છે,પણ અમારે અહીં અટકવું પડશે, હવે અમે અહીં અટકી ને તમને બધું સોંપી રહ્યા છીએ તો અમને આશા છે કે તમે પણ દેશ માટે કશુંક કરશો .
બોધ :-
આપ સૌએ પ્રજાસત્તાક ભારત વાર્તાના બધા જ ભાગ વાંચી અને મારા શબ્દોને ચોખા એ ભૂખ્યા તે બદલ આપ સૌનું હૃદય પૂર્વક આભાર માનું છું અને મને આશા છે કે તમે આ વાર્તામાંથી આપણામાં કેટલી શક્તિ છે તેને ઓળખી અને દેશના ભવિષ્ય માટે શું કરી શકીએ તેવું બોધ મેળવ્યું હશે.
તમે મારી કલમને અઢળક પ્રેમ આપી રહ્યા છો એટલે હું લખવા માટે વધુને વધુ પ્રેરાઈ રહી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર
જય ભારત,
જય જવાન જય કિસાન ,
જય શ્રી કૃષ્ણ.
ભાવના આહીર..
1 thought on “પ્રજાસત્તાક ભારત – વાર્તા અંતિમ ભાગ-Republic Day celebration story in Gujarati”