“પ્રજાસત્તાક ભારત વાર્તા”
ચાલો હવે આપણે આ બધા ગામડાના તો પરિભ્રમણ કરી અને તમને દર્શન કરાવ્યા.
હવે આપણે નીકળીએ આપણા શહેરીકરણમાં માહિતી મજા આવીને ખરેખર પ્રકૃતિને ગોદમાં પ્રકૃતિમાં કોને મજા ના આવે યાર મોક્ષ તો પણ કેવા પ્રશ્નો પૂછે છે મને હું તો કહું છું મોક્ષ આપણું અભ્યાસ પૂરું થાય ને એટલે આપણે ગામડે જ રહેવા આવવાનું છે અને ત્યાંના લોકો જોડે જ તેમના જેવી જ જીવનશૈલી જીવી છે ખરેખર શું જીવનશૈલી છે અદભુત મને તો ખૂબ જ ગમી તેના લોકો લાગણીશીલ કેટલા છે ખરેખર ત્યાં જેટલા પ્રેમ મળે તેટલું મને લાગે છે કે આપણે ક્યાંય ન મેળવી શકીએ.
પણ હવે આ ગામડે તો માયા લગાડી છે પણ આપણે આપણા અભ્યાસ માટે આપણા પરિવાર માટે આપણે પણ જવું પડશે ને આપણે જે શીખ આપીએ છીએ એ પહેલા આપણે પણ કરવી પડશે ને પછી જ લોકોને આપણે સમજાવી શકશું સાચી વાતને એકદમ સાચી વાત હો તારી ચાલો હવે આપણું મિશન ક્યાંથી સ્ટાર્ટ કરીશું શહેરમાં પહેલા તો છે ને મને કચરા થી સ્ટાર્ટ કરવું છે આ બધા કચરા ના ઢગલા ઉપર જે ગાયો ખાતી હોય અને બીમાર પડતી હોય ઘણી બધી ગાયો મૃત્યુ પામતી હોય ઘણા બધા રોગોનું શિકાર બનતા હોય એ લોકો તો પહેલા તો એનું કાંઈક આપણે સંદેશ આપવું છે..
જેથી લોકોને બધી જાણ થાય અને તેઓ કચરો ડસ્ટબિનમાં નાખે સરકાર આટલી સહાય કરી રહી છે તો આપણે શું કામ નીચે ફેકીને ગંદકી ફેલાવીએ ?
એક વાત કહું તને શું લાગે છે કે અભણ લોકો વધારે નુકસાન પહોંચાડતા હશે પ્રકૃતિને કે ભણેલા?
કેવો સવાલ કર્યો છે પણ એનું હું તને જવાબ આપું ને તો હું એટલું કહી શકું કે જે મેં અનુભવ કર્યા છે કે જેટલા લોકો ભણેલા છે જેટલા લોકો સમજુ છે એ જેટલું નુકસાન પહોંચાડે છે ને એટલા અભણ લોકો નથી પહોંચાડતાં
કારણ કે એ લોકોને કંઈ જાણ જ નથી હોતી એટલે એકેય ખોટું કરતા જ નથી અને જ્યારે ભણેલા બધું જાણતા હોવા છતાં પણ આખા કામ કરીને તેઓ ખોટા કાર્યો કરે છે ભલે એમાં બધા નથી આવતા પણ વધારે પૂરતા આ ક્ષેત્રમાં આવે છે
જે ખૂબ જ દુઃખની વાત છે કે આપણે આપણા દેશની સુધારવાનો છે આપણે શિક્ષિત શેના માટે બનીએ છીએ કે આપણે આપણા દેશ માટે કંઈક કરી શકીએ આપણે ભારત માતાના ઘોડે કાંઈક કરીને જઈએ એમને કંઈક આપીને જઈએ પણ દુઃખ એ વાતનો છે કે સૌથી વધારે નુકસાન જ આપણે પહોંચાડી રહ્યા છીએ બહુ અફસોસ થાય ક્યારેક સારું ચાલો હવે આપણે આપણા મિશન તરફ વળીએ તો જો પહેલા તો છે ને
આપણે બધી જગ્યાએ ડસ્ટબિન લખાવી દઈએ જેનાથી લોકો જ્યાં ત્યાં કચરો ના આપે કે અને ડસ્ટબિનમાં નાખે જેનાથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય પહેલા આપણે ગોકુલધામમાં જાશું જ્યાં ખૂબ જ ગંદકી છે અને તેના લોકો બીમારીથી ભોગ બની રહ્યા છે જે બીમારીથી પણ બચી શકે અને તેમને આપણે જાગૃતિ એક સેમિનાર કરીને એમને સમજાવી શકીએ એમને સમજાવી શકીએ.
મોક્ષ તને શું લાગે છે કે આપણે આ સેમિનાર કર્યા પછી લોકો તેમના જીવનમાં કંઈક સંદેશ લેશે ખરા?
મુક્તિ આપણે આપણું સમય આપીને લોકો માટે કંઈક કરવા માગીએ છીએ તો આપણા જેવા હજારમાંથી કોઈ બે તો નીકળશે ને ?
બસ એ બે જે કરશે ને એ આપણે એમ વિચારશું કે આપણે જે કર્યું તે સફળ ગયું .આપણે આજે જ નગરપાલિકામાં અરજી આપીએ કે ,આ બધા વિસ્તારમાંથી કચરાના ડસ્ટબીન આવી જાય ,લોકોને કચરો બારે ના ફેકવું પડે માટેની સુવિધાઓ બધી થઈ જાય. ચાલ હું મારા ઘરે ફોન કરી દઉં, હવે આજે આખો દિવસ થઈ ગયો મારા ઘેર વાત નથી થઈ એટલે પપ્પા ને એને દાદીને બધાને વાત કરી લવ કે એ લોકોની તબિયત પૂછી લઉં કે શું કરે છે.
ત્યાં સુધી તું બધું અહીંનું કામ પતાવી દે પછી આપણે નીકળીએ.
જો સામે શાળામાંથી બાળકો છૂટ્યા લાગે, પાંચ વાગ્યા છે ને એટલે 12:30 થી છૂટી પડી હશે અત્યારે, કેવા મસ્ત બધા ટાબરીયા લાગે છે ને મોક્ષ! તને યાદ છે ?
આપણે સ્કૂલ જતા ત્યારે કેટલી મજા કરતા હતા? કેટલી રમતો રમતા ખેલકૂદ કરતા ખરેખર શું મજા હતી, તને ક્યાંક એવું નથી લાગતું કે આજનો બાળક સોશિયલ મીડિયાનો શિકાર બનીને તે બધી રમતો ભૂલી રહ્યો હોય? હા એ તો સાચી વાત છે ,કારણ કે આજની જે જીવન શૈલી છે એમાં સૌથી વધારે બાળકો શિકાર બની રહ્યા છે.
સોશિયલ મીડિયાના જેનાથી તે બાળપણથી જ ખોટા રસ્તે દોરાય છે .તેમના શારીરિક રીતે પણ નુકસાન પહોંચાડે છે, વિચાર આપણે બાળકો માટે એવો તો શું કરી શકીએ કે જે બાળકો આ બધાથી બચી શકે અને દૂર રહી શકે અને પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે?
પહેલા તો છે ને આપણે બાળકો માટે અવનવી વાર્તાઓનું એક સેમીનાર રાખીએ કે જેમાં બાળકો સિંહ ,વાંદરા, કુતરા ,બિલાડી આ બધાની વાર્તાઓ સાંભળે અને એમને વાંચે જેનાથી એમને ખૂબ મજા આવે અને તેનું સમય તે મોબાઇલની જગ્યાએ આ બધા પુસ્તકોમાં અને વાર્તા સાંભળવામાં અને મનોરંજનમાં આપી શકે અને જેનું બોધ હોય તે તેમના જીવનમાં ઉતારી શકે.
આપણે એક સિંહની વાર્તા કહીએ કે સિંહ એક જંગલનો રાજા હોય છે ,તો બાળકોને એ ચિત્ર જોઈને પણ મજા આવશે . એ વાર્તા સાંભળવાની પણ મજા આવશે અને એ નાનપણથી જ એમના જીવનમાં આ બધું શીખશે.
તો આગળ એમના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે તો તેનું સામનો પણ કરી શકશે. અને એવી આપણે રમતોનું પણ આયોજન કરીએ જેનાથી બાળકોને ખૂબ જ મનોરંજન આપી શકીએ?
તેમના મગજને આપણે સક્રિય કરી શકીએ ,તાર્કિક શક્તિ વધારી શકીએ. કોઈ એવા વૈજ્ઞાનિક પ્રયોગ કરી અને બાળકોને આનંદ અપાવીએ, એવી રમતો રમાડીએ અને એમાં આપણે ઇનામો આપીએ. જેનાથી બીજી વખત તેને આવવાની તત્પરતા જાગશે, કે નહીં કાલે મારા માટે શું હશે?
મને સર કે લોકો ઇનામમાં શું આપશે તો એ લોકોમાં એક સ્પર્ધા થશે કે નહીં મને પણ આ વાંચવું છે, મને પણ આ શીખવું છે, મને આ જાણવું છે ,અને ખૂબ આનંદથી એની મજા માણી શકશે.
અરે વાહ મૈત્રી ,આ તારા તો શું આઈડિયા છે યાર ?
ખરેખર આવું મગજ ક્યાંથી લાવી છે તું?
આવા મગજની બહુ જરૂર છે .આપણે ચાલને હવે જે કામ કરવા માટે નીકળ્યા છીએ તે પૂરું કરીએ પછી બધું કરશું.
જો બાળકો માટે એક બાળગીતની સ્પર્ધા રાખે જેમાં એ લોકો બાળતો પર નાચી શકે અને નાચતા નાચતા ગાન કરાવીએ જે લોકો ને ખુબ મજા આવશે.
તેમના શરીરની પણ કસરત થશે. તો બસ આમ આપણે બાળકો માટે અત્યારે આટલી પ્રવૃત્તિ પહેલા કરીએ અને આગળ આગળ આપણે વધારતા જાશું જેમાં બાળકોનું હિત વધારે હશે અને એ એમનું ઉજળ ભવિષ્ય બનાવી શકે તેના માટે આગળ આપણે વધારે વિચારી અને બધી પ્રવૃત્તિઓ કરશો.
ભાવના આહીર.
ઉખડમોરા કચ્છ
1 thought on “પ્રજાસત્તાક ભારત વાર્તા બાળકોની પ્રવૃત્તિ”