પ્રજાસત્તાક ભારત વાર્તા- પ્રકૃતિની ગોદમાં ભાગ (3)

   પ્રજાસત્તાક ભારત વાર્તા પ્રકૃતિની ગોદમાં ભાગ (3)

પ્રજાસત્તાક ભારત વાર્તા પ્રકૃતિની ગોદમાં ભાગ (3)

 

 

સાંભળો છો ભાઇ અમે થોડી વાર માટે અહીંયા છાયડે બેઠા છીએ અને પેલા ભાઈ જે ખેતરમાં કામ કરી રહ્યા છે અને તે ભંગામા જે છોકરી છે એમને પપ્પા છે શું?

હા ભાઈ એમના પપ્પા છે તમારે શું કામ પડ્યું વળી એમનું અરે ભાઈ અમે તો બસ આ તમારો બધો વિસ્તાર જોવા આવ્યા છીએ અને અમારે દેશ માટે કંઈક કરવું છે જો તમે અમને સાથ આપશો તો અમારું કામ બહુ સરળ થઈ જશે તમારું નામ શું છે ભાઈ, મારું નામ તો લાલો છે પણ મને ઘરે બધા લાડ થી લાલિયો બોલાવે અને તમે પણ મને લાલિયો બોલાવી શકો છો તમે ક્યાં ના ભાઈ અને આ બેન તમારી જોડે છે તમારા ઘરવાળા લાગે નહીં.

મોક્ષની મુક્તિ બંને એકબીજાની નજર સામે જોઈ રહ્યા છે અને જાણે આકાશ પાતાળ એક થઈ ગયો હોય તેમ આભૂટ્યું હોય એમ એ બીજાની એકબીજાની નજર થી વહાલ વરસાવી રહ્યા છે. હવે સામેવાળાને શું જવાબ આપો તે કાંઈ શોધતું જ નથી અને મોક્ષ કહી દીધું કે ભાઈ મારા ઘરવાળા તો નથી પણ ઘરવાળા જેવા જ છે એટલે તમે સમજી જાવ.

એ મારા વાલા હું હમજી ગયો હો ભાઇ જો ભાઈ તમે હવે આવ્યા જ છો ને તો મારું એક કામ કરતા જજો હો ભાઈ જો અહીં છે ને અમારે છોકરીઓને કે કોઈ ભણવાનું કે એવું કંઈ હોતું નથી અને અમારે બસ આ ખેતીવાડીમાં મજૂરી કરીએ ને દિવસ દાડો કાઢીએ નથી અહીંયા પાણીની સુવિધા કે નથી ખાવા પીવાની.

બસ આમ જ્યાં જગ્યા મળે અને ખેતરમાં ભંગો વાળી વરસાદ હોય તડકો હોય તોય અમારે તો આમ જ દાણા કાઢવાના ભાઈ અને ઉપરવાળાની દયા કે અમને ભૂખ્યો રાખતો નથી એટલો અમને એમના ઉપર વિશ્વાસ છે અને એને અમારા ઉપર છે ભાઈ બાકી તો જેવી હરિ ઈચ્છા.

મોક્ષ બોલ્યો જુઓ ભાઈ તમારી જે સમસ્યા હોય એ અમે જાણીશું અને તેમની સોલ્યુશન પણ લાવશો પણ તમે અમને બધો જણાવશો? જો બેન અહીં છે ને પહેલા તો અમારે પાણીની સુવિધા કરી આપો ને અહીંયા પાણી આવે ને અમારે એક વરસાદ આવે ત્યારે એને મારે બારે મા જેવો ભગવાન વરસાવ્યો હોય વહાલ એવું અમે ધરાઈ જઈએ પણ જ્યારે વર્ષારો પૂરો થાય પછી તો અમારે એ દાડાને એ જ બધું ચાલ્યા કરે બેન અમારી છોકરી છે ને એ બે વરસની છે .

અત્યારે પણ એ છે ને એક કિલોમીટર એક ગામે તમે સમજો છો ને અમારી ભાષા એમ તો હું તો ગુજરાતી બોલવાની કોશિશ કરું છું બેન કેમ કે હું બે ચોપડી ભણેલો છું એટલે મને થોડી થોડી ગુજરાતી આવડે છે.

તમે જેમ બોલશો એમ મને સમજાય છે અને નહીં સમજાય તો હું આમને પૂછી લઈશ ઓકે.હવે એ છોકરીની અત્યારે ભણવાની ઉમર છે તો એ બેગ આવે પાણી ભરીને આવે અને એ અમારો પાણી પીવાનું પાણી કપડા ધોવાનો પાણી ખાવામાં વપરાશનું પાણી બેન એ છોકરી બપોરે 12:00 વાગ્યા સુધી પાણી ભરે છે સવારે છ વાગે નો તો હવે તમે વિચાર કરો કે એને ક્યાં ભણવા મોકલી અમારે એનું ભવિષ્ય તો અહીંયા પાણીમાં જ રગદોળાઈ રહ્યું છે.

હવે જો તમે કાંઈ કરી આપો અમને તો અમે માનશું કે અમારા ભગવાન આવ્યા અમારા ઘરે બાકી તો જુઓ બેન આ બધો અમારો ખેતીવાડીનો જે વિસ્તાર છે અમારે ખેતીમાં તો બે વર્ષથી કા એટલે કાંઈ વળતર મળતું નથી બેન અને મોંઘવારી કેટલી વધી ગઈ છે અત્યારે અમારે કરવું શું હવે મારે મારી છોકરીને ભણાવી છે એને ખૂબ આગળ વધારવું છે .

મારે હું કામ કરું છું એવું એને નથી કરવા દેવું બેન પણ શું કરું હવે મજબૂર છું છોકરી કાઈ ના કરે તો અમે ખાઈશું એક જાણું તો પાણી ભરવામાં જ જુએ છે બેન અને એના માસી સવારના મુલે જાય બે ચાલુ કરે અને બાજુવાળા ને બધાના જતા જતા આવે અને પછી

અમારા ખેતરમાં કામ હોય ત્યારે એ ભાઈઓ બહેનો બધા અમારે ખેતરમાં આવ્યો પેલો સામે જે વાળો અને દેખાય છે ને એ બધા લોકો પછી અમે એમ કે એકબીજાનું એકબીજાનું કામ એમ કરી આપી એમ પણ બેન જુઓ તમે બેન છો એટલે બહેનોની તકલીફ સમજી શકશો.

બીમારીઓ હોય કે ડીલેવરી હોય અમારે તો આ વનવગડામાં જાવું ક્યાં બેન હોસ્પિટલમાં જવું હોય તો અમારી જોડે એટલા પૈસા ન મળે તો હવે કરવું શું બેન અમારે અને બેન અમે અભણ એટલે અમે ત્યાં જઈએ તો અમને તો કોઈ કાંઈ જાણ જ ના કરે અમને તો બધા એમ કે કહી દે કાલે આવજો પરમ દિવસે આવજો અમને તો કોઈ કાંઈ જવાબ જ નથી આપતા.

આ પાણી નથી આવતું અમારે આવા બધો સમસ્યા છે બેન મે ગ્રામ પંચાયતમાં કેટલા ટકા ખાધા પણ અમારું કોઈ કામ નથી કરી આલતું. બસ હવે તમારી ઉપર આશા છે બેન.

જુઓ બેન આ બધી જે અમારે ભંગારની જે અમે દીવાલો કરી છે ને તે બધું હાથીલી પણ કર્યું છે માટી ધોરી આવે ને એ પલાળી ને પછી પણ કર્યું અને પછી એમાં તમે ડિઝાઇન કરી અને એમાં મોરલાને એવો બધો રંગબેરંગી બનાવી અને આ રીતે બધું ગોઠવ્યું છે ઘરમાં.

મમ્મીને શું અમારે તો જન્મતા છોકરી આવે ને એ બે ત્રણ વર્ષની થઈ જાય એટલે એમને બધું આવડે કેમ કે અમારે તો બધું શીખી જ જાય અમારે આ જ કામ કરવાનું છે હવે અમારે કાંઈ જવાનું ના હોય કે અમારે બારે કાંઈ ધંધો ન હોય ખેતીવાડી અને ઘરમાં રોટતમારા મમ્મીને આવું બધું આવડતું હશે ને બે નંબર તો લા બનાવવાના અને એને આવું બધું કરીએ અમે.

મોક્ષ અંદર આવતો જોતો આ કેટલું સરસ આ લોકોએ બનાવ્યું છે તને ખબર છે વિદેશમાં કેટલી ડિમાન્ડ છે. અરે હા મૈત્રી આ તો જોરદાર છે ખુબ સરસ બનાવ્યું છે યાર આ તો આ તો આપણે આ કલાને બહાર લાવીશું ને તો આ લોકોને રોજગારી પણ પૂરી થશે અને આટલી કલા હોવા છતાં આપણે એને કેમ ના બહાર લાવી શકીએ ખૂબ અફસોસ થાય છે કે આવું બધું મેં આજે જોયું કે આ લોકો જોડે આટલું બધું એમનું સાચું સોનું પડ્યું છે.

જુઓ બેન તમારું નામ શું છે કાનતુડી બેન ને અચ્છા અચ્છા હવે છે ને તમારે આવું બધું કામ કરવાનું છે અને તમારી જોડે ફોન છે બેન? ના ભાઈ અમારે જોડે કેવા ફોન એને મારા બાપા જોડે છે પણ અમારે જ્યારે કામ હોય કે કોઈ સગા વાલા થી વાત કરવી હોય ત્યારે એમને આલે ને અમારે કામ પતી જાય એટલે લઈ લે બસ સારું લ્યો ત્યારે હું તમારા પપ્પાને વાત કરું છું હો બેન.

કરસનભાઈ તમને ખબર છે તમારી જોડે શું છે તમને ભગવાને શું આપ્યું છે તમારે તો સાચો ઘરેણું છે તમારે તો સોનાની મિલકત પડી છે બધી ઘરમાં જ મિલકત પડી છે .

જો આ બધી તમારી જે કલા છે ને એ કલા અત્યારે આપણા ભારત દેશમાં ખૂબ જ આગળ જઈ શકે છે અને આપણે બહાર લાવી જોઈએ જેનાથી બધા લોકો જુવે અને આ કલા વિશે જાણે હા ભાઈ તમારી વાત સાચી પણ અમારે હવે અમને કાંઈ જાણી નહીં એટલે અમે તો હવે બસ આ ઘર પૂરતી કરીએ છીએ .

બાકી તો હવે અમારે બારે ક્યાંય તો અમારે અમે અભણ માણસકરસનભાઈ તમે જરાય ટેન્શન ના લ્યો બસ તમારી જોડે ફોન છે ને એ તમે તમારી દીકરીને અને આ ઘરવાળાને આપજો ખાલી બે કલાક પૂરતો આપજો. હું તમને બધું કરી આપું છું. તમને એક વેબસાઈટ પણ બનાવી આપું છું.

એમાં આપણે ઓનલાઇન નેટવર્કિંગ કરશું તમે તમારા આ બધું બનાવી એનો ફોટો પાડી અને રાખવાનું તો તમને જે ઓર્ડર આવે ને એમાં તમારે જેટલો વેચાણ થાય ને એટલા તમને રૂપિયા ઓનલાઇન મળી જશે.

હા ભાઈ બેન મારા તમારી સાચી વાતો પણ હવે આ બધામાં અમારે તો મગજ જ કામ નથી કરતું આ છોકરીને શીખવાડતું હોય શીખે તો બાકી મને તો જો આ ફોન આવે ને તો લીલી ડગરી થી ઉપાડતા આવે છે અને લાલ ડગરીથી કાપતા આવે છે

બસ બીજું હું કાંઈ જાણતો નથી પણ હું તમને સુટ આપું છું જો આવું કંઈક થતું હોય તમે અમને મદદ કરતા હો તો પછી અમારે તો રોજગારી થાય. મૈત્રી તું આ બેન ને શીખવાડી દે.

હા સારું હું શીખવાડી દઉં છું પહેલા માસી આવી જાય ને એમના મમ્મી એટલે આપણે બંને થઈને એમને બધું શીખવાડી દઈએ અને બધા કાગળિયા પણ કરાવી આપીએ જેથી એ લોકોને પછી કાંઈ પ્રોબ્લેમ ના પડે.

મમ્મી ક્યારે આવશે? એક કામ કર ને બેન તું તમારા મમ્મી બોલાઈ આવને એ હારુ હારુ બેન હું છે હમણાં ગઈ ને એ આવી હો બેન તમે આરામ કરો હો. એ માડી એ માડી આપણે ઘેર કોક બેન ને સાહેબ આવ્યા છે મોટા અને એ આપણે કેટલી બધી મદદ કરવાના છે તું જલ્દી હાલ હું પોતે તને કરાવીશ મારે બેન જોડે ઘણું બધું શીખવું છે એ બેન તો કેટલું બધું કહેશે ચાલ ચાલ જલ્દી.

તો લેવા દે મારી દીકરી આ તારી માનો તો પીસો આવી ગયું છે હવે આ પગ દુખે છે આખો દી કામ કરી કરીને હલાતું નથી હરખું બેન અને તું એમાં મને દોડાદોડી કરાવે. હું તને ઉપાડું સારું મારી દીકરી.

ખેતરમાંથી કોઈક બેન આવી રહ્યા છે. એ કાનતુડી જો સામે તમારે કોક આવી રહ્યું છે અરે બોન એ કોઈક નથી એ તમારી માવડી છે માવડી મારા જીવથી વાલી મારી માવડી છે આ સાગરમાં ગાગર ભરી ગયું એવું થયું તો તમારા મમ્મી આવે છે ,

કાંતુડી એ કાનતુડી પાણી લાવે તો બેટા એ હા આવી માવડી માં જો આપણે ઘેર તો મોટા સાહેબને બેન આવ્યા છે અને એ તો ફોનમાં કંઈક શીખવાડે છે તું હટ કર.

કેમ છો બેન મજામાં? હા બેન બસ મજામાં હો રોટલા પાણી કર્યા. હા બસ જો તમારી કાનતુડી અમને તો એટલા મસ્ત પ્રેમથી રોટલા બનાવીને આપ્યા ને કે આવા તો મેં કે મારા જીવનમાં ક્યાંય રોટલો ખાધો જ નથી અને આટલી મીઠ એટલે અદભુત આહાહા મજા આવી ગઈ.

જુઓ બેન હવે તમારે એક ફોન લેવાનું થાય છે અને તમે જે આવું બધું કામ કરો છો ને એ આપણે હવે એક હું તમને વેબસાઈટ ખોલી દઉં તમારો ખાતો બેંકમાં ખોલાઈ દઈશ બધા કાગળિયા કરાવી દઈએ અને તમને આ શીખવાડો કે આમાં આપણે કેવી રીતના કામકાજ કરવાનું છે તો તમારી દીકરી તમને બધું એટલે બધું મદદ કરશે અને તમે કામ કરી અને તમારું રોજગાર સારી રીતે ચલાવી શકશો અને સારું જીવન પણ જીવી શકશો .

કાનતુડી તુ ધ્યાનથી જોજે હો હવે જો આ આપણી વેબસાઈટ છે meeso આમાં આપણે ખરીદી પણ કરી શકીએ અને વેચાણ પણ કરી શકીએ હવે આમાં તારે જે તું કામ કરને એ આમાં ફોટા પાડી અને નાખવાના અને અહીંયા તારે રકમ લખી દેવાની કે

ભાઈ આના આટલા કેટલા રૂપિયા થશે અને સામેવાળા એ જોશે અને તને ઓર્ડર આપશે એટલે કે એમને લેવું હશે તો તમને મેસેજ કરશે તો એમાં તમે ગુજરાતી ભાષા પણ આપણે આ રીતના કીબોર્ડ થી કરી શકીએ છીએ હા બેન મને તો ઇંગલિશ એ થોડી થોડી આવડે છે ફાવે છે સમજી લઉં છું એટલે વાંધો નહિ આવે આ તો આપણું કામ બહુ સરળ થઈ ગયું..

=====================================

ભાવના આહીર
ઉખડમોરા ભુજ કચ્છ.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

Leave a Comment