પ્રજાસત્તાક વાર્તા ભાગ (૪)
જો આપણે આમ દરેકના જીવનમાં મદદરૂપ થઈશું તો ઘણી બધી સમસ્યાનો અંત આવી શકે છે અને ભગવાનને પણ આપણે રીઝવી શકીએ છીએ બસ માત્ર લોકોની મદદ કરવાથી જે ખુશી મળે છે તે લાખો કરોડોની મિલકતમાં પણ નથી મળતી. સાચું ને મોક્ષ હા તારી વાત સાચી છે .
હવે ચાલ આપણે છે ને અહીંયા જાજ રાતે રોકાઈ જઈએ અને પ્રકૃતિને માણીએ જાણીએ અને તેનો આનંદ લઈએ અરે વાહ સાચી વાત છે.
હવે આપણે આવું તો ક્યારે જોયું નથી એટલે ખરેખર આજીવન પણ આપણે જીવવું જોઈએ કે અંધારામાં કેમ રાત નીકળે છે મોક્ષ તો ક્યારે આવી રીતે જંગલમાં રાત્રે કહ્યું છે ચાલ આ લાલાભાઇ ને બોલાવીએ અને એમણે કહીએ કે આજ રાત માટે અમને ઉતારો આપશો મોક્ષ તો કે ને મને તો કંટાળો આવે છે કે બોલાવું એ લાલાભાઇ આજે રાત્રે શું અમને ઉતારો મળી શકશે તો અમે પણ તમારી સાથે તમારું જીવન જીવવું છે .
અમે જીવીએ ને નહીં તો આ શહેરના સુસવાટ આવે તો અમારા કાન પૂરી દીધા છે એક બાજુ ગાડીઓની હાર માળા એક બાજુ ઘોઘા એક બાજુ પ્રદૂષણ કંટાળી ગયા છીએ અમે તો અરે ભાઈ તમે પણ ખરા છો હો એમાં કંઈ પૂછવાનું હોય એ આ બધું તમારું જ છે તમારે જેટલા દિવસ હોય તેટલાદ રોકાવું ભાઈ હું કરસનભાઈ ને કહી આવું અને તમારે ઓ તારા ની સુવિધા કરી આપી અમને શું પ્રાઇસ લેશો તમે એટલે વળી હું મોક્ષ ભાઈ અરે એમ કહું છું કે અમારા રોકાવાના તમે કેટલા રૂપિયા લેશો ?
અરે ગાંડા માણસ એમાં કઈ રૂપિયા લેવાના હોય રૂપિયા તો બીજા લે અમે તો ભગવાનના માણસ આ બધું ભગવાને આપ્યું છે અને આપણું છે બધાનો જેના ભાગમાં લખેલું હોય એ ખાઈ શકે આજનો રોટલો તમારે અમારા ઘરે લખેલા છે.
પહેલાંનું ઋણ હશે ને તો તમે ખાધું નહીં તો આપણે ક્યાં અને તમે ક્યાં ભાવના હશે આપણા ઋણ બંધન..
તમે અમારા માટે આટલું બધું કર્યું તો અમે તમારું ક્યારેય નહીં ચૂકવી શકીએ.
આપણે આટલા સુધી વાંચ્યું અને જોયું કે મોક્ષ અને મુક્તિ એ લોકોને કઈ રીતના મદદ કરી અને આપણા દેશ માટે કંઈક કરી બતાવવાની ઝંખનાય કેટલા લોકોની જિંદગી સુધારી છે તો ચાલો મારી સાથે હજી આપણે મોક્ષ અને મુક્તિની સફર જોઈએ કેટલે પહોંચી છે અને હા તમે પણ જણાવજો કે તમને આ સફર કેવી લાગી?
મોક્ષ અને મુક્તિ હવે ત્યાંથી નીકળી પડ્યા છે અને આગળ જાય છે ત્યાં એક વૃદ્ધાશ્રમ જુએ છે તો ત્યાં બધા બા બેઠા હોય છે અને બારીમાંથી જોઈ રહ્યા છે મુક્તિની નજર ત્યાં જાય છે અને મોક્ષને કહે છે કે ચાલ આપણે વૃદ્ધાશ્રમની એક મુલાકાત કરતા આવીએ ચાલો તો બીજું શું. મોક્ષ અને મુક્તિ વૃદ્ધા સામા જાય છે અને ત્યાંના બધા વડીલો જોડે વાતચીત કરે છે અને તેને એટલું સમજાય જાય છે કે જો વડીલોને આપણે તરછોડી છું તો પછી એ લોકો પ્રેમની ભાવના કોની જોડે રાખશે?
જો પોતાના તરછોડે તો એ લોકો ક્યાં જશે? એમને તો માત્ર પ્રેમને જ ભૂખ છે એમને કોઈ મિલકત નથી જોતી કારણ કે એમની મિલકતે એમના સંતાનો જ છે.
ચાલ મુક્તિ આપણે બા જોડે જઈને થોડી વાતો કરી અને તેમના અનુભવો જાણીએ આ કેમ છો? જય શ્રી કૃષ્ણ તમારું નામ શું છે બા?
બેટા મારું નામ રાજીબેન છે હું તો બેટા ઘણા વર્ષથી આ મારા ઘરમાં જ રહું છું. આ મારું આશ્રમ નથી આ તો મારું હ્રદય છે જેને મને મારા હૃદયનું એક ખૂણો આપ્યું છે જેને હું ક્યારેય નહીં ભૂલી શકું મારા સુખ દુઃખનું સરનામું આ વૃદ્ધાશ્રમ નહીં પણ આ મારું ઘર છે કારણ કે
જ્યારે મારા દીકરાઓએ મને તરછોડ્યું હતી ત્યારે ભગવાને મને આ નવું ઘરનું સરનામું આપ્યું હતું અને હું અહીંયા બહુ ખુશ છું ભલે મને પ્રેમ નથી મળ્યો પણ મને કોઈનો તિરસ્કાર પણ અહીં નથી મળ્યો અને અહીં જેટલા પણ મારા જેટલા વડીલો છે તેમનો મને પ્રેમ મળ્યો છે એટલે હું માનું છું કે મેં દુનિયા જીતી લીધી.
જો તમારા જેવા યુવાનિયાઓ ઘરમાંથી તરછોડી અને બારે કાઢી મૂકે તો બેટા અમારે તો ઘર ક્યાં પેટે પાટા બાંધી જેને મોટા કર્યા તેને જ અમારી સામે આંગળી ઊંચી કરી ત્યારે અમારે ઘર છોડી અને આ સુખનું સરનામું શોધવું પડ્યું અને બેટા તમને બેને જોઈને તો હું ખૂબ ખુશ થઈ રાજી થઈ છું કે તમારા જેવા યંગસ્ટર અહીં આવીને આ બધું સમજે છે જો બધી જગ્યાએ તમારા જેવા દીકરા દીકરીઓ હોય તો કોઈ મા બાપને દુઃખી ના થવું પડે બેટા અને આમ જ તમે કામ કરતા રહો એવા હું આશીર્વાદ આપું છું.
ભાવના આહીર
ઉખડમોરા ભુજ કચ્છ..
1 thought on “પ્રજાસત્તાક વાર્તા, મોક્ષ અને મુક્તિની સેવાકીય સફર..”