” પ્લાસ્ટિક મુક્ત ભારત વાર્તા “
આજે વેલી સવારે જીવી બેન બાલટીને ચોટિયો લઈને વાળા માં જાય છે. ત્યાં ભયાનક દશ્ય જોઈ ને તેની આંખો ફાટી જાય છે. રાડો પાડે છે એ કાળીયા જો તો આ ઉઠતાવેત મારી આંખો શું જોવે છે.કાળીયો દોડીને આવે છે . ત્યાં જુએ છે કે ગાય તો ગઈ ભગવાનનાં ધામમાં માળી.
જીવી બોલે છે, મે તમને કહ્યું હતું કે રોડ પર ન લઇ જાવ ચારવા ત્યાં તો લોકોએ મોજ શોક કરતાં કચરાના કતલખાનાં બનાવ્યા છે.આપણે ખેતરે ઉપાધિ નહીં. મને જગે કીધું હતું કે તમારી ગાય પ્લાસ્ટિકનાં થેલી ખાતી હતી મે આ બાજુ તગડી હતી. ત્યાં જ સામેથી એક બહેન આવતા દેખાય છે અને જીવી ઝીણી આંખ કરી ને જોવે છે ત્યાં જ બૂમ પાડી એ રમલી ક્યાં ચાલી અત્યારે આ ધોમ તડકામાં તારો મગજ તો ઠેકાણે છે ને એ જીવી માં આપણે કેવા તડકા અને છાયા આપણે તો આ ભોમમાં જ જન્મ લીધો છે તો હવે અહીંયા જ આપણો સ્વર્ગ છે.
જો બસ આ ખેતરે હમણાં ટમેટા ને થોડા મરચા બે ત્રણ પાટિયામાં વાવ્યા છે તો શાકભાજી માટે લેવા આવી હતી. ત્યાં જ જીવીએ જોયું કે રમલીના હાથમાં પ્લાસ્ટિકનો બેગ હતું અને તેને તરત જ સવાલ કર્યો કે રમલી એ રમલી કેમ પ્લાસ્ટિકનું બેગ લઈને તુ આવી તારા ઘરે લુગડાની થેલી નથી સીવી?
ના જીવીમાં લુગડાની થેલી હોય તો ઘણી બધી પડી છે કબાટમાંય નથી સમાતી પણ આ તો શું ગામડામાંથી આવીએ તો હાથમાં લુગડાની થેલી ઉપાડેલી હોય તો બીજા જુએ અને કે આ તો જો જુનવાણી જીવન જીવે છે એટલે આ પ્લાસ્ટિકનું બેગ હોય તો આપણે થોડુંક સારું લાગે બીજું તો શું મારે તો શાકભાજી આમાં પણ નાખવાને કાપડા વાળી થેલીમાં નાખવા.
તને ખબર છે આ પ્લાસ્ટિક શું છે ?
એ હવે જે હોય તે આપણે અભણ માણસ શું ખબર આપણે તો હાથમાં આવે એટલે અભણ છીએ પણ ગણેલા ભણેલા કરતાં વધારે છીએ તો આટલી તો આપણા જોડે માહિતી હોવી જોઈએ તને ખબર છે આજે મારી ગાય મરી ગઈ એ તને નહિ સમજાય પણ મારું કાળજુ તૂટી ગયું છે હવે તો જ્યાં પ્લાસ્ટિકની થેલી ભાડું ત્યાં એમ થાય કે આ ઝેરીલા પદાર્થને કેમ માણસો વાપરતા અને તું પણ આ પ્લાસ્ટિકની થેલી આમ જ રસ્તે ફેકીશ જેનાથી પ્રદૂષણ તો થશે જ
જમીનમાં નુકસાન પણ થશે બિચારા ખેડૂતો પોતાની રોજી રોજ રોટી માટે રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે ત્યારે માન એક પાક આવે છે અને જો આમ જ જમીનમાં પ્લાસ્ટિક ભળી જશે તો વાવણી જ ફેલ જશે ભગવાન ભરોસે આ બધી વાવણી કરીએ છીએ હવે તો જે કરે તે ભગવાન બસ ખેડૂતો આમ જ પોતાનો તન મન ધન ઈશ્વરને અર્પણ કરી દે છે પણ એનાથી વધારે કેટલા અબુલા જીવો ના જીવ જાશે અને ક્યારેક આપણે પણ અનુભવ બનીશું અને હા તને કાપડની થેલીમાં જરાય શરમ ન આવી જોઈએ કારણ કે આપણે અનેક જીવોને નવું જીવન આપીશું અને જ્યારે આ પ્લાસ્ટિક એ અનેક જીવોનું જીવ લે છે.
એ બાઈ તારી સાવ સાચી વાત ભગવાન મને માફ તો નહીં કરાય પણ હું મારી ભૂલ સ્વીકારીને હવેથી આ ભૂલ નહીં કરું અને હવે મને જરા શરમ પણ નહીં આવે જેને જે કહેવું હોય એ કે પણ હું તો હવે મારા ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં જ કરું જરૂર હશે ત્યાં પણ ટાળીશ પણ સામે કોઈ પણ આવતું હશે તેને પણ પ્લાસ્ટિકની કેટલી નુકસાન થાય છે તેના વિશે જાગ્રત કરીશ.
આજે તમારી ગાય મરી છે કાલે બીજા કોઈની મરશે પણ હવે બસ આપણે બધા સાથે મળી અને આપણે મળેલી પ્રકૃતિને બચાવીશું.
આપણે જોતાં હોય છે. કચરાનાં લીધે અનેક બીમારી જેવી કે કેન્સર જેવા જીવ લેણા નું ભોગ આપણે બનતા હોય આજના સમયમાં પ્લાસ્ટિકનો આપણે એટલો ઉપયોગ કરીએ છીએ કે આપણે એ પણ ભૂલી ગયા છીએ કે આ આપણા માટે કેટલું નુકસાનકારક છે.
પહેલાના સમયમાં લોકો પિત્તળના વાસણમાં બધું બનાવતા હતા કારણ કે તે આપણા શરીર માટે ઉપયોગી હતું અને આજના સમયમાં રસોઈથી કરી ખાવા સુધીમાં આપણે બધી જ જગ્યાએ પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરીએ છીએ અને ભલે અત્યારે જરૂરી બની ગઈ છે પણ આપણે જ્યાં જરૂર નથી ત્યાં તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ પ્લાસ્ટિકના ફાયદા પણ છે પણ તેને સરખી રીતે આપણને ઉપયોગમાં લેતા આવડે તો.
આજે આપણે જોઈએ તો ઓફિસ શાળા,કોઈ પ્રોગ્રામ, સ્ટોરમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણીનો આપણે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને એટલું જ નહીં પણ તે પીધા પછી જ્યાં ત્યાં રોડ પર બોટલ ફેંકી દેતા હોઈએ છીએ
Read more:-પ્રજાસત્તાક ભારત વાર્તા બાળકોની પ્રવૃત્તિ
એ પ્લાસ્ટિક વાળું પાણી પીવાથી આપણને હૃદયના રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડે છે અને જે રસ્તા પર બોટલ ફેકીએ છીએ તે પણ જમીનને ખૂબ જ નુકસાન કરતા હોય છે આજે આપણે જોઈએ છીએ કે વૃક્ષોનું ખૂબ ઓછું પ્રમાણ જોવા મળે છે એનું કારણ એ જ છે કે આપણે તેનું જતન તો નથી કરી શકતા પણ આપણે તેને બચાવી તો શકીએ આપણે વૃક્ષ વાવી ના શકીએ તો કંઈ નહીં પણ જેવું છે તેને તો આપણે મોટા થવા દઈએ.
અબુલ જાનવરો તેનું ભોગ બનતા હોય છે. આપણે જેમ આપણું ઘર સાફ રાખીએ છીએ તેમ ગમે ત્યાં જઈ તો કચરો ન કરીએ અને બીજાને પણ કરવા ન આપીએ. આપણી ફરજ નીભાવી પ્લાસ્ટિક મુકત ભારતમાં સહયોગી બનીએ..
આ વાર્તા પ્લાસ્ટિક મુક્ત ભારત દ્વારા આપણે જાણ્યું કે આપણા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલું હાનિકારક છે તો તમે પણ જણાવજો કે તમારી આજુબાજુમાં કેટલો પ્લાસ્ટિકનો ગેર ઉપયોગ થાય છે.
-
પ્રશ્ન
-
તમે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક નો ઉપયોગ કેટલો કરો છો?
👉તમારો જવાબ કમેન્ટમાં જરૂરથી જણાવજો.
આભાર
_____________________________
નોંધ 👇
આ લખાણની કોપી કરતા પહેલા તમારે અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.✍️
ભાવના આહીર
ઉખડમોરા,કચ્છ,ગાંધીનગર.