” કવિતા”
‘ મા નો પાલવ ‘
સૂરજનો તાપ પણ થાકે છે જ્યારે,
માનો પાલવ મારી માથે હોય છે’.
અનેક વેદનાઓ પાલવમાં છૂપાઈ છે,રણચંડી
થઈ મુશ્કેલીઓ સામે લડવા અડીખમ ઉભી છે.
પોતાના સપનાને પાલવના પોટલે ગાંઠો મારી છે,
મારા અરમાનો પૂરા કરવા એ આસમાને બેઠી છે.
ચહેરો એનો હંમેશા હસતો રાખે છે પણ ક્યાંક,
પાલવનો છેડલો ભીંજાતો જોયું છે.
ભાવના આહીર
ઉખડમોરા ભુજ કચ્છ
1 thought on “મા નો પાલવ, કવિતા-મા વિશે કવિતા.”