*વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ ૧૨ જુન*
જયાં આપણે એક બાજુ બાળકને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ.બીજી તરફ બાળકને કામ પર રાખ્યો છે, દયા ખાઈને સિગારેટ જેવાં વ્યસની કામો કરાવાય છે .બાળક તેનો ભોગ બનીને કચડાતો રહે છે .
રમવા ભણવાની ઉંમરે કેમ, બાળકને રમકડાં, ચોપડી હાથમાં આપવાની જગ્યાએ મંજૂરી નો થાપો ચીતરવામા આવે છે ભારત સ્વતંત્ર, લોકશાહી દેશ છે. બંધારણના ઘણા નિયમોથી ઘડાયેલું છે. પણ શું એ બધું પાલન થાય છે ખરુ
બાળમજૂરી એ ૨૧ મી સદીમાં આવનાર ભાવી નું વિકટ પ્રસન્ન બનતું જાય. આપણે ભવિષ્યને નજર હેઠળ બાળી રહ્યા છીએ. બાળકનો શોષણ થાય છે અનેક ગજા બહારના કામો કરાવીને. બાળક યુવાની, કોઈ ના ઈશારે વિતાવી નાખે છે. તેને પોતાના વિચાર, સપના સજાવાની ક્ષણ તો બાળમજૂરી એ કેદ કરી લીધી છે.
હજી જે બાળક ધૂળનાં ઢગલામાં પોતાનું ઘર બનાવતું હોય છે ત્યારે એને કોઈનાં ઘેર કામ કરવું પડતું હોય. મહા પાપ છે, જે બાળક શ્રીમંત ના બાળકને જોતો હોય ત્યારે એનું રુદન કેવું રડતું હશે,શું આ બધું આપણી આંખો આ કુમણા ફુલને કરમાતા જોઈ શકશે .
બાળકનું બૌદ્ધિક રીતે જીવન ધૂળધાણી થતું અટકાવીને આપણા દેશનું આવનાર ભાવી ને નવું ભવિષ્ય સજાવટ કરી એને ખુલ્લો આસમાન આપીએ..
ભાવના આહીર ‘સત્યાંગી ‘
ઉખડમોરા કચ્છ.
હાલે ગાંધીનગર..