મારા વ્હાલા પપ્પા
કરું હું જેની વાત તો રાતોએ જાગતાં હોંશે આપે દાદ,
મારી અણસાર માં જીવતરનો ચળકતું ભાવિ નું ભાવાર્થ.
પપ્પા મારા અરમાનો ના દરિયે આયખું ભાથુ ઉચકનાર,
બંધ આંખોની યાદો મા મારા અસ્તિત્વમાં જીવ રેડનાર.
બંધ આંખોની યાદો મા મારા અસ્તિત્વમાં જીવ રેડનાર.
નાની નાની જીદે મને સાચવી સંસ્કારોનું સિંચન કરનાર,
અટકાતા ભટકતા,રખડતા હિમ્મતના હાથે રસ્તો ચિધનાર
ભગવત ગીતાના પાઠે ને વાર્તાઓની અજવાણી રાતમાં,
કોરી પાટીમાં કર્મોના નક્શે હાલતા શ્રદ્ધાનું દિવેલ રેડનાર.
સૂર્યના તેજે મારી સવારથી સાંજનો શણગાર કરનાર,
કરું હું જેની વાત એ તો આ જગતના જીવન નો આધાર.
– ભાવના આહીર” સત્યાંગી “
ગાંધીનગર (ઉખડમોરા, કચ્છ).
એકદમ દિલ્સપર્શી શબ્દો…
ખૂબ આગળ વધો બેન…