🍀 ** વિશ્વ પર્યાવરણ દિવસ **🍀
શીર્ષક:- છાયાની લહેરખી.🌱
લીમડાના છાયાની લહેરખી એ માચો ઢાળીને રતિ બેઠી છે.નાના ટાબરિયા આજુબાજુ રમતા ધૂળની ઢેફલી એકબીજા માથે નાખે છે. ત્યાં જ ઉમંગ બોલ્યો દાદીમા હવે આ રોજના કકડાટ હું નથી ઉંચકી શકવાનું. હું મારુ સ્વતંત્ર ઘર બનાવી નાખુ તો થાય શાંતિ .
અરે પોતરા તારી બાયડી માં તો છાંટા છલકાઈ ને મપાઇ ગયો પણ હવે તે નેવે મૂકી અકલ તારી હે ? ઘરમાં પાંચ જણા ને આ વિશાળ બંગલો ઉભો છે ને તારી બાયડી પરિવાર સાથે રહેવામાં લજવાઇ છે ?
માણહનો માળો ક્યાંથી આ જમાનામાં ? દાદી બનતા પ્રયત્નો કર્યા પણ હવે થાક્યો,મે તો જ્યોતિષ પાસે જગ્યા ને મૂરત જોવડાવી લીધું છે.
આ સામેની લીમડાની હરોણ કાલે કપાવી ત્યાં પાયો નાખી ઉગતા સૂરજે કરીએ કંકુના.અરર લીમડાને અડ્યો ને તો આ આંગણે પગ ન મૂકતો.આ લીમડાને મારા પોતિકાએ મે ઉછેર્યા,મારી પૌત્રી ના જન્મદિવસે વાવી એની યાદોમાં મે જીવ્યા છે ને તને આવું સુઝે છે.
આ ચોપડા વાંચી ને તે આવું શીખ્યું?
તમે કુલરમા પાણી સીંચતા જ રહેશો કુદરતની થપાટ આટલી વાગી તોય સમજતા નથી આંધણા આવનાર સમયમાં તમારા ચામડાએ રાખ થઈ જશે હજી બનાવો મકાન પણ પછી એ ઘરના છાયામાં બરજો.
આ કટાક્ષ ઉમંગની આંખો પૂરી ગયો ને બોલ્યો દાદી પર્યાવરણનું જતન મારા પરિવાર દેશ માટે કરીશ.વુક્ષો ને ક્યારેય કાપીશ નહીં.કોઇ આવું કરતું હશે એને પણ રોકીશ.
___________________
ગાંધીનગર