એ શું કામ જીવે છે તે પણ તેમને ખબર નથી.જેમ પંખીઓ,પશુઓ કે જીવજંતુઓ અસંખ્ય સંખ્યામાં જન્મે ને મૃત્યુ પણ પામે છે.એ પણ એક બીજાં પ્રેમની ભાવનાથી એમની ફરજો સાથે જ જીવન સાર્થક કરે છે. પરંતુ આપણે મનુષ્યને કંઈક અલગ તેમનાથી મળેલું છે.
જે તેમની પાસે નથી.વિચારવાની શક્તિ,બુદ્ધિનું સાધન,વાણી,આપણે મળેલાં આ કિંમતી ને અમૂલ્ય જીવન વિષે બેદરકારીપૂર્વક વર્તન કરીશું તો એ પશુપંખી અને આપણા માં શુ ફરક?
બસ,આપણા આ મૂલ્યવાન જીવન વિષે જો વિચારીએ તો બધાં જ લોકો એક ગાડરિયાં પ્રવાહમાં ઘેટાં બકરાંની જેમ પાછળ પાછળ જીવન પૂરું કરે છે,ને સાધન, સામગ્રી, એસો આરામની જીંદગી ખોજમાં પડી,પૈસા વ્યસન લૂંટફાટ ઝઘડાને વિશ્વાસ શબ્દને કચડી નાખ્યું છે.
આજે માણસ પોતિકા પર વિશ્વાસ નથી મુકી સકતો,ઈમાનદારી તો કપડાની જેમ સુકવી નીચોવી નેવે મૂકીને આ બધાના ચક્રવ્યુમાં ગુંચવાઈ જાય છે.
પ્રમુખસ્વામી મહારાજનો એક ખુબ જ પ્રેરક વાક્ય કે
“બીજાના ભલામાં આપણું ભલું”
પણ આજનું માનવી એ પોતાનું કરવામાં સંબંધોનો પોટલો બાંધીને ફેંકી આવ્યો છે.તે ભૂલી ગયો છે કે હું એક મનુષ્ય છું,ખોટા કામો કરીને મોટી ઇમારતો ઊભી કરી છે,પણ વિચારોના વહાણને તો ડુબાડી નાખ્યો છે,આ બધા તત્વોની સીધી અસર આપણા સમાજ, ધર્મ,દેશ અને આવનાર ભાવિ પર પડે છે.
પોતાનું તો બધા વિચારે છે અને તેના માટે તેની જાત પણ ઘસે છે,પણ સાર્થક તો એ જ છે જે બીજા માટે પોતાનુ જીવન અર્પણ કરે છે.”હું તો એવુ માનું છું કે આપણો જો માત્ર પોતાના માટે જીવતા હોય તો તે જીવન એ મરેલું છે .એમાં જીવ જ નથી.”
આજે આપણી નજર સામે એવી ઘટનાઓ ઊભી થઈ છે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ આપણી આંખો પણ આ બધું જોઈને હવે થાકી ગઈ છે.પણ શું આ બધામાં આપણે પરિવર્તન ન લાવી શકીએ.આપણી જાતને દર્પણ સામે મૂકીએ તો સમજાય કે મારું આ ધરા પર કંઈ છે જ નહીં,તો હું શું કામ આ લોભ લાલચ ના પિંજરામાં પૂરાયો છું,શું કામ મારા લીધે કોઈ વ્યક્તિને હું દુઃખી કરી રહ્યો છું.
આખરે જ્યારે ચારેકોરથી બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે માણસ પોતાનું જીવન પણ ટૂંકાવી બેસે છે,તે તેને કરેલા કર્મનો જ ફળ છે. જે વો આપણા ઉપનિષદ અડ્યા પણ નથી, આપણા જીવનનું સાચું ખોરાક તો શ્રીમદ્ ભગવદ્ ગીતા છે પણ આ ભાણું અત્યારે કોઈ ખાઈ શકતું નથી અને ખાઈ છે તો તેણે પચાવવું અઘરું પડે છે,કારણ કે તેઓની રહેણીકરણી નબળી પડી ગઇ છે.
પણ જો આ બધુ કરીશું તો ડગલેને પગલે આવતી મુશ્કેલીઓનું સામનો આસાનીથી કરી શકીશું.આપણા ભારત દેશની જેટલી માટી ખૂંદીએ તેટલી ઓછી તેમાં પણ અનેક સંતપુરુષોનું જીવન જે આપણા માટે પ્રેરણાદાય છે.
આજનો યુવાન સોશિયલ મીડિયા વ્યસન,ફેશનના ચકડોળે ચકરા મારી રહ્યો છે,પણ શું આ આપણું યુવા ધન છે ખરું?અજ્ઞાની માનવ પોતાના સુખ માટે ઝાવા નાખે છે,સારી રીતે ખાય છે તેને પચાવે પણ છે, કુંભકરણની જેમ ઊંઘ પણ પૂરી લે છે,બ્રાહ્ય દ્રષ્ટિએ પોતાની જાતને ઉચ્ચ સ્થાને બાંધે છે,પણ ભીતરથી તો એને પણ ખબર નથી કે મારી જાતને આ નશીલા બાણોથી હણી નાખ્યા છે.
આપણા જીવનના મૂલ્યો પાર્થિવ કે યાંત્રિક નથી,કે બહારથી ઉદભવતા નથી તેની ખોજ બહાર નહીં પણ આપણી અંદર કરવાથી,તેને અનુભવવાથી આપણા વ્યક્તિત્વને સમૃદ્ધ કરવાથી,આંતર જીવનના વિકાસથી,લોકો માટે સેવા કાર્યો તેમને મદદરૂપની ભાવનાથી મળે છે.”
“વાવો તેવું લડો”
આ નૈતિક સિદ્ધાંત નીતિમતાનો જબરું પરિબળ છે.આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ સંતોષવા આપણા કર્મોના સારા,માઠાં ફળ ભોગવવા માટે ખૂબ ટૂંકી જિંદગી છે. આ જન્મે કે પછીના,ભોગવે છૂટકો નથી.
જીવનને દોરી જતી સત્યની બારી સાંકળી છે,જ્યારે વિનાશની બારી પહોળી છે. જીવન માત્ર જીવવા ખાતર નહીં પણ તેમાં તમે તેને કેટલું જીવી શકો તે જીવનની મોતીના મણકાનો મૂલ્ય છે.બાકી પૃથ્વી પર અનેક માનવી જન્મ લે છે અને મૃત્યુ પામે છે, પણ જય,જય કાર તો એની જ થાય છે,જે બીજા માટે પોતાની જાત ઘસીને આપણી લીલી ધરતી પર સોનાની ચાદર પાથરી ને જાય છે.
આપણે દેશને,સમાજને કંઇક એવુ આપીને જઈએ કે ઇતિહાસ બને,આપણા સંસ્કારોનું સિંચન,લાગણી,મહાન વ્યક્તિત્વ,સારા પુસ્તકો,આપણા અડીખમ વિચારો જે હંમેશા જીવંત રહે.ભારત માતાનાં ખોળે શીશ નમાવી વંદન કરુ આ મલકને માણી હસતાં મોઢે આ ધરતીને કશુંક આપીને વિદાય લઈએને બધાના હૃદયમાં પ્રકાશરૂપી અખંડ જ્યોતે જીવતા રહીએ તે જ સાચા જીવનનું અતુલ્ય મૂલ્ય.
ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે.
આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.
1 thought on “જીવનના મૂલ્યો ભાગ:-૨”