વન્યજીવન

કસુંબો મેગેઝિનમાં પ્રકાશિત થયેલ એનિમલ સ્પેશિયલ વન્યજીવન લેખ.

સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષો,વનો અને વન્ય જીવોની પૂજા અર્ચના આદિ  અનાદિકાળથી થતી આવે છે.પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે,તેવા વૃક્ષો,વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિમાં પણ વણાયેલી છે.વૃક્ષો અને વનો માનવીની પાયાની એવી તમામ જરૂરીયાતો સંતોષે છે. આદિવાસીઓનુ વન્યજીવન  આફ્રિકન દેશ તાન્ઝાનિયા આદિમ જનજાતિઓ વિશે જાણીશું સાથે પ્રાણીઓનુ વન્યજીવન,સંધર્ષ અને સંરક્ષણ.

 read more-bhavanaahir.com/સોશિયલ-મીડિયાના-લાભ-અને-ગવન્યજીવન

વન્યજીવન :-

વનસ્પતિ,પ્રાણી,સામાન્ય લોકોમા વન્યજીવનની વાત કરીએ એટલે માત્ર પ્રાણીઓ જ સમજતા હોય છે પણ પ્રાણી ઉપરાંત વનસ્પતિનો સમાવેશ આપણે જાણીએ છીએ કે આહારશૃંખલા,આહારકડી બધા તત્વો પ્રકૃતિના એકબીજામાં જોડાયેલા છે.પ્રત્યેક સજીવો એકબીજા પર નિર્ભર છે.ઉંદરનો નિયંત્રણ સાપ કરશે,સાપનો શિકાર પક્ષીઓ કરશે,તૃણાભક્ષી પ્રાણીઓ પર માંસાહારી પ્રાણીઓ કરશે,આમ કુદરતની અંદર જોડાઈને આખી ઝાળ રચાતી જાય છે.સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષો,વનો અને વન્ય જીવોની પૂજા અર્ચના આદિ અનાદિકાળથી થતી આવે છે.પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ એના પર નિર્ભર છે,તેવા વૃક્ષો,વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિમાં પણ વણાયેલી છે.વૃક્ષો અને વનો માનવીની પાયાની એવી તમામ જરૂરીયાતો સંતોષે છે.

ઈમારતી લાકડું,બળતણ,ઘાસચારો,વિવિધ ઔષધિઓ,ફળ-ફળાદિ,મધ,મીણ,ગુંદર,લાખ વગેરે અસંખ્ય જરૂરીયાતો વનો પૂરી પાડે છે.વનો દ્વારા મળતી સેવાઓ પણ અસંખ્ય છે.જીવ માત્રને જરૂરી એવો પ્રાણવાયુ અર્પણ ઉપરાંત જમીનનું ધોવાણ અટકાવવામાં, રણને આગળ વધતું અટકાવવામાં,જમીનની ફળદ્રુપતા વધારવામાં ધરતીના પેટાળમાં જળસંગ્રહ કરવામાં, ઘટાડવા જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે.આપણી સંસ્કૃતિનાં ધરોહર સમાન એવા સંતો આ મહત્વને બહુ સારી રીતે કંડારતા હતાં અને કદાચ આથી જ વિવિધ ધર્મગ્રંથો અને વેદમાં એક બીજા પ્રકારે વૃક્ષો અને વનોની મહત્તા ધરાવતાં તેમજ તેનું જતન કરવાનો આદેશ આપતા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે વૃક્ષે કદી કોઈ વાંચકને નિરાશ નથી કર્યા. પ્રાણી માત્રને જીવન પ્રદાન કરનાર આ વૃક્ષનો જન્મ ઉત્તમ દાનવીર કર્ણ જવો ધન્ય છે,કે તેની પાસેથી કોઈ યાચક ખાલી હાથ જતો નથી,તેથી તો દેવો પણ વૃક્ષોને પૂજે છે.એક ફળ કે ફુલ વાળુ વૃક્ષ ઉછેરવાથી પર્યાવરણ એવું આનંદમય અને સૌરભમય થાય છે.

વરાહ પુરાણમાં દશાવ્યું છે કે,વૃક્ષો બળતણ આપે છે, પ્રવાસીને છાયા આપે છે,સ્થળ આપે છે,પક્ષીઓનો માળો, ફળ,ફુલો,પાન,છાલ,મૂળ,રસ અને ઔષધીઆપે છે.અથર્વવેદમાં કહ્યું છે કે અમે વન દેવતા વૃક્ષ,છોડ અને ઔષધીઓના શરણે જઈએ છીએ,આ બધા અમને પાપથી છોડાવશે.આમ વૃક્ષોનું જીવન ઋષિતુલ્ય જીવન છે.પર્યાવરણ જાળવણી અને સંરક્ષણમાં વનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.જલવાયુ પરિવર્તન (Climate Change) માટે વનો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.

અમુક વિસ્તારો અને અમૂક પ્રકારની જમીનમાં વૃક્ષો એ ખેતપેદાશો કરતાં વધારે ઉત્પાદન આપે છે.જેની પર્યાવરણ ઉપર કોઈ વિપરીત અસર નથી.આમ જોઇ તો વૃક્ષો ઓકિસજન ચક્રમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પૃથ્વી પરના માનવ સહિતના પ્રાણીઓનું મુખ્ય જીવન આધાર એવો પ્રાણવાયુ વૃક્ષો દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય તે જીવ અસ્તિત્વ માટે અનિવાર્ય છે.

પ્રાકૃતિક સૌંદર્ય આપણા બધાને ખૂબ જ ગમતું હોય છે જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે આપણે પહેલા જ પ્રકૃતિ નો જ ખોળો ખુંદીએ છીએ.આમ આપણે જોઈએ તો આર્થિક બાબતે વનની પેદાશો પણ આવશે પ્રવાસને લીધે રોજગારી પણ મળી રહેશે.બંધારણીય ભાગરૂપે નજર કરીએ તો નૈતિકતા એ આપણી નાગરિક ફરજ છે આપણે પશુ,પક્ષીઓ, પર્યાવરણ,નદી,નાાળાઓનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે.બીજી બાજુ જોઈએ તો ધાર્મિક ભાવના સાથે આપણે વન્ય પ્રાણીઓને દેવી-દેવતાઓ સાથે પૂજીએ છીએ.

જેમ આપણા પરિવારમાં નાનું બાળક હોય તેનો ઉછેર કરીએ તે જ રીતે આપણા જીવનના આ અવિભાજ્ય અંગને પણ ઉછેરીએ છીએ.

ભારતની વૈવિધ્યસભર વન્ય જીવ સૃષ્ટિમાં નજર કરીએ તો ઊંચા પર્વતો,નદી,મેદાનો,મોસમી પવન,પાનખર જંગલો હિમાલય આ બધું વન્યજીવોના નિવાસ માટેની મહત્વની ભૂમિકા છે.બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સીંગી ભારતીય ગેંડા,હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા,જમ્મુ કશ્મીરમાં જંગલી બકરીઓ,જડ પ્લાવિત વિસ્તારમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના ન્યાયાવર પક્ષીઓ ઉતરી આગમન કરતા હોય છે.પશ્ચિમઘાટના ખિસકોલીઓ,નિકોબારી કબૂતર સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જેમ કે સાપ,અજગર પાટલા ઘો વગેરે સમુદ્ર કિનારે તથા જળવિસ્તારના માછલાઓ દરિયાઈ સાપ,દરિયાઈ ગાય,રંગારા,જીવ સૃષ્ટિની આ અદભુત દુનિયા જેમાં જંગલ વિસ્તાર ઉપરાંત કૃષિ વિસ્તારની નીલગાય,હરણ,નોળિયા વિવિધ પક્ષીઓ સુઘડ પીળક,ઢોરબગલા વગેરે જોવા મળે છે.

આદિવાસીઓનું વન્યજીવન:-

 

આદિવાસીઓનું વન્યજીવન

આપણે જાણીએ છીએ કે આદિવાસીઓનું જીવન જંગલ આધારિત છે.જંગલમાં રહેતા આદિવાસીઓ પોતાનું જીવન જરૂરિયાતોની વસ્તુ જંગલમાં મળતા ઘાસ છોડ વૃક્ષ,પ્રાણી કીટાણુઓ માંથી જ મેળવી લે છે.તેમની જીવન જરૂરિયાતો પૂરી કરવા તેઓ જૈવિક સામગ્રી જેમ કે જંગલી ખાદ,વનસ્પતિ,મસાલા ,મધ,તેલ,ઘાસચારો,ગુંદર રાડ,રંગો,મીણ,લાખ,થાંભલા વન્યજીવ ઉત્પાદનો અને કાચો માલ જેમ કે નેતર,વાંસ વગેરે જંગલોમાંથી એકત્રિત કરે છે આદિવાસીઓને દરેક મહત્વપૂર્ણ વૃક્ષની ઓળખ અને તેનો ઉપયોગ કરવાની પરંપરાગત સમજ હોય છે જંગલ એક માત્ર કુદરતી સંસાધન છે જે ગરીબીમાં ગરીબ લોકોને મફત પ્રવેશ અને ભરણપોષણ પૂરો છે. આદિવાસીઓ દ્વારા કડાયા નામના વૃક્ષનો ઉપયોગ ભારતનું પંચમઢી બાયોસ્ફિયર રિઝર્વમાં સ્થાનિક લોકો દ્વારા કડાયાના રાળ નો ઉપયોગ સ્ત્રી રોગમાં કરે છે જ્યારે આંધ્રપ્રદેશમા વસતા આદિવાસીઓ કડાયા ની છાલ માંથી ટેનરી અને તેના પાનનો પશુઓના ચારા તરીકે ઉપયોગ કરે છે.ભારતના આદિવાસી લોકોના સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં જંગલોએ મહત્વની ભૂમિકા ભજવી છે.તે જાણીતું છે કે મોટાભાગની આદિવાસી વસ્તી ભારતના જંગલ વિસ્તારોમાં ઘણી સદીઓથી સુમેળ, સુરક્ષા અને વિશ્વાસ સાથે એકલતામાં રહે છે અને જંગલ સાથે સહજીવન સંબંધ વિકસાવે છે.જંગલનું વાતાવરણ તેમના મૃત્યુ સુધી જીવનભર આદિવાસી પરંપરાઓ અને ભાવનાઓને સંતુષ્ટ કરે છે.મૃત્યુ પછી પણ, મૃતક આદિવાસીને ભારતની મોટાભાગની શિકારી અને ભેગી જાતિ,જંગલો આદિવાસીઓ અને જંગલની નજીક રહેતા અન્ય સમુદાયોને આશ્રયસ્થાન,ઘરગથ્થુ સાધનો માટે કાચો માલ પૂરો પાડે છે.ભૌતિક સાંસ્કૃતિક વસ્તુઓ જેમ કે આભૂષણો અને ધાર્મિક વસ્તુઓ વગેરે.આ જંગલમાંથી આદિવાસીઓ અને સ્થાનિક સમુદાયોને મળતા કેટલાક સીધા લાભો છે.બીજી બાજુ આપણે જોઈએ તો આદિવાસીમાં અમુક જાતિઓ શિકાર કરવામાં પણ માહિર ગણવામાં આવે છે આવી જ આફ્રિકન દેશ તાંઝાનિયાની આદિમ જનજાતિઓનું વતન રહ્યું છે તેમાંથી એક સ્ટોન યુગ શિકારે આદિમ જાતિ છે હડજા”લોકો અહીંની પરંપરાઓ આજે પણ જૂની છે. હડજા પોતાનું ઘર ગુફાઓમાં બનાવે છે જે રીતે પક્ષીઓ પોતાનો માળો બનાવે આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે કોઈ અવાજની જરૂર પાડતા નથી તે સીટી અને પ્રાણી જેવા અવાજો ઉપયોગમાં લે છે તેમની જીવનશૈલીમાં દિવસની શરૂઆત શિકારથી થાય છે તેઓ નિયમ નામના ઝાડવુના પાંદડામાંથી ઝેર મેળવે છે અને ઝેર ને તેમના તીર ધનુષ માં મૂકીને પ્રાણીઓનો શિકાર કરે છે જ્યારે હડજાની મહિલાઓ અને બાળકો તેના રસ જડતા ફળોની કંદમૂળ જેવી ખાધ ચીજો એકઠી કરે છે હડજા જનજાતિ મધ રસપાન કરવામાં પારંગત કહેવાય છે તેવો એ.પી.જા. નામનો ધાર્મિક પ્રસંગ કરે છે જેમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરનાર પુરુષોને પણ સન્માન આપવામાં આવે છે.‌ ખુલ્લી આંખે જોઇ તો પ્રાણીઓનો શિકાર કરવો એક ગુનો છે અને જેના માટે આજે સરકારે ઘણી બધી વ્યવસ્થાઓ ઉભી કરી છે જેનો આપણે સૌ પાલન કરી જતન કરીએ.

 

પ્રાણીઓનું વન્યજીવનમાં સંઘર્ષ અને સંરક્ષણ:-

 

વન્યજીવન

વન્ય જીવો અને સંરક્ષણની જરૂરિયાતમા છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તણાઇ રહ્યું છે.ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત ઘડાયેલી કાયદાકીય સંસ્થા જેમાં જે તે રાજ્ય સરકારને વન સંબંધીત સુરક્ષિત ક્ષેત્રોની પસંદગી વ્યવસ્થાપન તથા વન્યજીવોની સુરક્ષા સાથે સંબંધિત બાબતો માટે સલાહ આપે છે આમ જ કેપ્ટિન બ્રિડિગ પ્રોજેક્ટ દ્વારા વન્યજીવોને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી લુપ્ત તથા અટકાવે છે અટકાવવા માટે વૈજ્ઞાનિક ઢબથી સુવિધા સાથે ઉછેર કરવાની પદ્ધતિ આપણે ઓળખીએ.જ્યારે વન્ય પ્રાણીની સંખ્યામાં અચાનક ઘટાડો થાય છે ત્યારે કેપ્ટિવ બ્રિડિગથી તેની સંખ્યામાં વધારો કરવા સક્ષમ કરી શકાય છે. રામનગરા ગીત અભ્યારણ કર્ણાટક ને મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ચેન્નઈ વગેરે આ પ્રોજેક્ટના ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ.ભારતના લુપ્તપ્રાય પ્રાણીઓ આપણે જોઈએ તો ચિત્તો નામનેશ થઈ ગયો છે તેમજ ગુજરાતમાં હાથી,વાઘ,મોટી ભારતીય ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે.

આપણે સમાજના સ્વૈચ્છિક સંગઠનો કરી વન્ય જીવોના રક્ષણની પ્રાથમિક માહિતી આપી જનજાગૃતિ લાવવી જોઈએ.દેશની વિકાસ યોજનાઓ ઉદ્યોગો રહેઠાણો કારખાના નું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવ સૃષ્ટિ પર એક નજર નાખ આપણી ફરજ નિભાવવી જોઈએ.જંગલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવી વ્યાયાવર અને જળાશ્રય પક્ષીઓ માટે તળાવો ખેત તલાવડી,જલપ્લાવિત વિસ્તારો જાણવા જોઈએ ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાના બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઇએ.. આપણે સૌ સાથે મળીને વન્યજીવોના જતનમા યોગદાન આપીએ..

 

ભાવના આહીર” સત્યાંગી”ગાંધીનગર.

 

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “વન્યજીવન”

Leave a Comment