સોશિયલ મીડિયાના લાભ અને ગેરલાભ

 

નમસ્કાર ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયેલ લેખ ” સોશિયલ મીડિયા થી થતા લાભાલાભ

                        વિષય:- “સોશિયલ મીડિયાના લાભ‌”

read more-bhavanaahir.com/વન્યજીવન

સોશિયલ મીડિયાના લાભ અને ગેરલાભ

        રોશની અંધારી રાત્રે વિચારોમાં ડૂબી પોતાની જાતને સમજાવા ના પ્રયત્ન કરતી હતી.સાંસારિક જીવનમાં પગલા ભરતા પહેલા પરિવારની જવાબદારી અને મારી ફરજ પ્રત્યે હું ભાંગી પડીશ તો સામે પક્ષે શું વિચારશે કે લગ્ન કરીને આવી છતાં રોટલી બનાવતા પણ નથી આવતી?બોલ મૈત્રી આ બધાં સવાલો મને રાત દિવસ કોરી ખાય છે મારા કરિયર સાથે રસોઈ શીખવાનું સમય જ ન મળ્યું અચાનક બધું માથે પડ્યું છે.જો તું તારા લગ્ન જીવનમાં ધ્યાન આપ આ સોશિયલ મીડિયાના સમયમાં સાવ નોર્મલ બાબત છે.મને તો સરખી ચા બનાવતા પણ નો તી આવતી અને અત્યારે અવનવી વાનગીઓ ના સ્વાદથી પરિવારનો ખૂબ પ્રેમ મળ્યું છે.

       મોબાઈલ તો છે જ તારી પાસે યુટ્યુબ ચેનલ માં તને જે બનાવું હોય તે બધું જ મળી જશે.અરે યાર તે મારુ અડધું ભાર ઓછું કરી નાખ્યું.આજથી જ બનાવાનું ચાલું પહેલી વાનગી તારી પસંદગીની.હવે ક્યારેય તું મુંઝાતી નહીં કોઈ પ્રશ્ન હોય તો પહેલાં મને નહીં તારા ફોનને પૂછજે.
અત્યારે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ના યોગ્ય ઉપયોગ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી સાથે લોકો સુધી પોતાની અવનવા વિષયોની માહિતી,જીવનશૈલી,સંસ્કૃતિ,સેવાકીય પ્રવૃતિઓ દ્વારા લોકોને પ્રેરણા પૂરી પાડે છે.

સાંભળ ભુલથી મારી યાદ આવે તો વિડિયો કોલ કરજે પછી આ સોશિયલ મીડિયાની દુનિયામાં અવળે ખોવાઈ ન જાતી નહીં તો ગોતી એ નહીં જણ એ ખાસ ધ્યાન રાખજે.

-ભાવના આહીર.”સત્યાંગી”

ગાંધીનગર.

ભાવના આહીર, ઉખડમોરા,ભુજ કચ્છથી. હાલ ગાંધીનગર ગુજરાત. તાજેતર માં હું ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં સ્ટોરી ટેલિંગ માં કાર્યરત છું. અભ્યાસમાં, MGT કરી રહી છું.સાથે સાથે લેખન કાર્યમાં ઉપનામ "સત્યાંગી" ની કલમે મારી નવલકથા, નવલિકા,વાર્તા,કવિતા,હાઇકુ જે જુદા જુદા ન્યુઝ પેપર અને મેગેઝીન માં પ્રકાશિત થાય છે. આપે મારી કલમને પોંખી એ બદલ આભાર.

Sharing Is Caring:

1 thought on “સોશિયલ મીડિયાના લાભ અને ગેરલાભ”

Leave a Comment